Gondal: સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી કરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા
- આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી
- ગોંડલ સેશન્સ કોર્ટે આરોપીને ફટકારી સજા
- સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું
Gondal: લોધીકા તાલુકામાં મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતા ફરિયાદીની ભોગ બનનાર દીકરીને આ કામનો આરોપી ડીકેસકુમાર હોરીન જે તે સમયે મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતો હતો. ગીરાના ઘરે બનાવના દિવસે રાત્રે સગીરાની માતા તથા કુટુંબી જનો બહારગામ ગયેલા હતાં. આરોપી ડીકેસકુમારે સગીરા ભોગ બનનારનો એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ
સગીરા સાથે આરોપીએ આચર્યું હતું દુષ્કર્મ
નોંધનીય છે કે, સગીરાએ કોઈને જાણ કરેલ નહીં અને સગીરાનું પેટ મોટું થતા સગીરાની માતા ભોગ બનનાર દીકરીને દવાખાને લઈ ગયેલ અને ડૉક્ટરે ભોગ બનનાર સગીરા ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જેથી સગીરાની માતાએ આરોપી ડીકેસ શિવકુમાર હોરીન સામે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ ફરિયાદ અનુસંધાને તપાસ કરનાર અધિકારી એન.જી.ગોસાઈ સાહેબે આરોપી ડીકેસકુમાર હોરીનની ધરપકડ કરેલ અને ધરપકડ કર્યા બાદ પોકસો અદાલતમાં ચાર્જશીટ રજુ કરી હતી.
આ પણ વાંચો: મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ
કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી
સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને નામદાર કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલ ધનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલ (Gondal)ના સેશન્સ જજ એમ.એ.ભટ્ટીએ 20 વર્ષ કેદની સજા ફરમાવેલ છે. આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલ હતા. નોંધનીય છે કે, આરોપી ડીકેસકુમારે સગીરા ભોગ બનનારનો એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી કોર્ટે અત્યારે આરોપીને 20 વર્ષની સઘત કેદની સજા ફટકારવામાં આવી છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: મોડા તો મોડા પણ શિક્ષણ વિભાગ જાગ્યું ખરૂ! Danta તાલુકાના 4 શિક્ષકોને નોટિસ