ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : શું તમે ક્યારે રૂ. 1000, 450 અને 175 નાં સિક્કા જોયા છે ? તો જોઈ લો આ અદ્ભુત કલેક્શન !

રિઝર્વ બેં દ્વારા અવનવા સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. આવા સિક્કાઓ કોઈ પણની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવે છે. આ સ્મારક સિક્કાઓનો ચલણમાં ઉફયોગ થતો નથી.
05:49 PM Apr 07, 2025 IST | Vishal Khamar
રિઝર્વ બેં દ્વારા અવનવા સિક્કાઓ બહાર પાડવામાં આવતા હોય છે. આવા સિક્કાઓ કોઈ પણની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવે છે. આ સ્મારક સિક્કાઓનો ચલણમાં ઉફયોગ થતો નથી.
gondal advocate news gujarat first

ભારત સરકારે ભલે રૂપિયા 1000/-થી લઈને 2000/-સુધીની નોટો ચલણમાં બંધ કરેલ છે. આ સિક્કાઓ તમે ક્યારે પણ રોજીંદા ચલણમાં નહી જોયા હોય, તમને સાંભળીને પણ નવાઈ થશે કે આપણી રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે.આવા સિક્કાઓને કોઈ પણની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવતા સિક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે..તેમજ આ સ્મારક સિક્કાઓનું જેટલું ઓનલાઈન બુકીંગ થયું હોય તેટલા સિક્કાઓ ઇન્ડિયન ગર્વમેન્ટ મીંટ દ્વારા બનાવવામાં આવે છે. આ સ્મારક સિક્કાઓ ચલણમાં ઉપયોગ થતો નથી.

ગોંડલમાં સિક્કાઓ, ટપાલ, ટિકિટો, જૂની નોટોનો છેલ્લા 50 વર્ષથી સંગ્રહ કરતા એડવોકેટ દેવાંશુ કે. શેઠના સંગ્રહમાં રૂપિયા 1000/-, 900/-,800/-, 550/-, 500/-,525/-, 400/-, 300/-, 250/-, 100/-, 90/-અને 75/- સુધીના અનેક સિક્કાઓનો સંગ્રહ જોવા મળ્યો છે.રિઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ આ સિક્કાઓ ચાંદી, ત્રામ્બુ, કોપરના છે.

સિક્કાઓ જોઈને તમને પણ નવાઈ લાગશે

ભારતીય રિઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ સ્મારક સિક્કાઓમાં ખરતરગચ્છ સહરત્રાબ્દી સંસ્થાપક જૈનાચાર્ય શ્રી જિનેશ્વરસુરી યાદગીરી રૂપે રૂપિયા 1000/- ના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા હતા. તાજેતરમાં જ બહાર પાડેલ ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરી રૂપે રૂપિયા 900/-સિક્કાઓ બહાર પાડેલ હતા.આ સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800/- વર્ષ પૂર્ણ થતા સરકારે રૂપિયા 800/-નો સિક્કાઓ બહાર પાડેલ છે. સંત મીરાબાઈ ની 525મી જન્મજયંતી નિમિતે રૂપિયા 525/- ના સિક્કાઓ બહાર પડેલ હતા. તેવી જ રીતે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂર્ણ થતા રૂપિયા 90/-નો સિક્કાઓ અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે રૂપિયા 90/-અને 75/-ના સિક્કાઓ બહાર પાડવામાં આવ્યા છે.ભલે આવા સિક્કાઓ ચલણમાં જોવા મળતા નહી હોય પરંતુ સિક્કાના સંગ્રહકોમાં સચવાયેલ આવા સિક્કાઓ જોઈને તમને પણ નવાઈ જરૂર લાગશે...!!

આ પણ વાંચોઃ Ahmedabad: કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપ પ્રવક્તાની તીખી પ્રતિક્રિયા, કહ્યું- ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે

ઓનલાઈન બુકીંગ કરાવી સ્મારક સિક્કાઓ ભેગા કરવામાં આવ્યા

ગોંડલ શહેરમાં 33 વર્ષથી ધરાશાસ્ત્રી (એડવોકેટ) તરીકે ફરજ બજાવતા 63 વર્ષીય દેવાંશુભાઈ શેઠને નાનપણ થી ટપાલ, ટીકીટ તેમજ જૂની ચલણી નોટો, સિક્કાઓ ( દેશ વિદેશની) નો સંગ્રહ કરવાનો ખૂબ જ શોખ હતો. દેવાંશુભાઈ રિઝર્વબેંક દ્વારા બહાર પાડવામાં આવતા સ્મારક સિક્કાઓ સંગ્રહ કરવાની શોખ જાગ્યો હતો જેમાં સૌ પ્રથમ ઈન્ડિયન ગર્વમેન્ટ મીંટ (ભારત સરકાર ટંકસાર) દ્વારા ઓર્ડર ફોર્મ બહાર પાડવામાં આવતા જે ઓર્ડર ફોર્મ ભરી અને સ્મારક સિક્કાઓ મેળવતા અને સંગ્રહ કરતા. જેમ જેમ સમય પરિવર્તન આવતા એડવોકેટ દેવાંશુભાઈ ઇન્ડિયન ગર્વમેન્ટ મીંટ ની ઓનલાઈન મેમ્બરશીપ મેળવી તેમની વેબસાઈટ પરથી ઓનલાઈન બુકીંગ કરાવી સ્મારક સિક્કાઓ ભેગા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃAhmedabad: કોંગ્રેસ નેતાના નિવેદન પર ભાજપ પ્રવક્તાની તીખી પ્રતિક્રિયા, કહ્યું- ઘોડા અને ગધેડા ગણવા કોંગ્રેસમાં મુશ્કેલ છે

એડવોકેટ દેવાંશુભાઈ શેઠ ઇન્ડિયન ગર્વમેન્ટ મીંટ ની શરૂઆતમાં વર્ષે 5000 રૂપિયાની મેમ્બરશીપ લીધી હતી જે અત્યારે વર્ષે 25000 રૂપિયા મેમ્બરશીપના ભરે છે. એડવોકેટ દેવાંશુભાઈ એક સ્મારક સિક્કાના રૂપિયા 3200 થી રૂપિયા 8000 સુધી ઓનલાઈન ભરી અને 200 થી વધુ સ્મારક સિક્કાઓ હાંસલ કરી સંગ્રહ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ VADODARA : તાંદલજામાં રહેતી પરિણીતાના મોતને લઇને તર્ક વિતર્ક

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advocate Devashu SethCoin CollectionGondal Coin Collectiongondal newsGujarat FirstGUJARAT FIRST NEWSReserve Bank of India
Next Article