ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GONDAL : અમર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરાયું

GONDAL : ગોંડલ શહેરમાં સ્ટેશનપ્લોટ જમનાબાઈ હવેલી પાસે અમર ગ્રૂપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. સવાર સાંજ આરતી દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. 10 ફૂટની વિશાળ ગણપતિની...
04:42 PM Sep 12, 2024 IST | PARTH PANDYA
GONDAL : ગોંડલ શહેરમાં સ્ટેશનપ્લોટ જમનાબાઈ હવેલી પાસે અમર ગ્રૂપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. સવાર સાંજ આરતી દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. 10 ફૂટની વિશાળ ગણપતિની...

GONDAL : ગોંડલ શહેરમાં સ્ટેશનપ્લોટ જમનાબાઈ હવેલી પાસે અમર ગ્રૂપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ ઉત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. સવાર સાંજ આરતી દરમ્યાન બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.

10 ફૂટની વિશાળ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી

અમર ગ્રૂપના બીટુભાઈ જાડેજાના નેજા હેઠળ આ વર્ષે ધામધુમથી ઢોલ, નગારા સાથે વાજતે ગાજતે વિધ્નહર્તા ગણેશજી નું સ્થાપન કરવામાં આવ્યું છે. ગ્રૂપના સભ્યો દ્વારા આશરે 10 ફૂટની મૂર્તિ ગોંડલ થી બનાવવામાં આવી છે. જેના માટે 30x120 ફૂટનો વોટર પ્રૂફ ડોમ ઉભો કરવામાં આવ્યો છે.

દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે

ગણપતિ ઉત્સવ દરમ્યાન સવારે 8 : 00 કલાકે તેમજ સાંજે 7 : 15 કલાકે ગણપતિ દાદાને આરતી કરવામાં આવે છે. સાંજે આરતીમાં લાઈનર સાઉન્ડ સાથે મ્યુઝિક ઓરકેસ્ટ્રા ના સંગાથે લાઈવ આરતી ગાવામાં આવે છે. આરતીમાં આમંત્રિત મહાનુભાવો તેમજ સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના આગેવાનો ગણપતિ દાદાની આરતીનો લાભ લે છે. આરતી દરમ્યાન ભક્તોને બેસવા માટે સુંદર ફ્લોરિંગ સ્ટેજ એર કુલર સાથે પણ બનાવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

ગણપતિ દાદાને અલગ અલગ શણગાર કરવામાં આવશે

અમર ગ્રૂપના સભ્યો દ્વારા વિશાળ સ્ટેજમાં રંગ બે રંગી લાઈટો, ઝૂમર નો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ ગણપતિ દાદાની પ્રતિમા ના મુખ્ય સ્ટેજના બેક ગ્રાઉન્ડમાં વિવિધ શણગાર જેવાકે બલૂન, આર્ટી ફિસિયલ ફ્લાવર, લાઈટ શો, ગ્રીન વેલ, બલૂન ફ્લેશ શો સહિતના આકર્ષક શણગાર કરવામાં આવે છે.

ગણપતિ ઉત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમોનું આયોજન

અમર ગ્રૂપના સભ્યો દ્વારા આ વર્ષે ગણપતિ ઉત્સવને સફળ બનાવવા દિવસ રાત જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ ગણપતિ ઉત્સવ દરમ્યાન ધાર્મિક અને સાંસ્કૃતિક સહિત અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા.10ને મંગળવારના હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના સંગાથે હાસ્યની રામઝટનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગોંડલની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો તેમજ તા.12 ને ગુરુવારના રોજ આરતી સ્પર્ધા તેમજ તા. 14 ને શનિવારના રોજ બાળ વેશભૂષાનો કાર્યક્રમ રાખેલ છે. સાથે વિધ્નહર્તા ગણપતિજીને 56 ભોગ અન્નકોટ પણ ધરવામાં આવશે. અમર ગ્રુપના સભ્યો દ્વારા ગણપતિ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

આ પણ વાંચો --Rajasthan to Korea : શાકભાજી વેચનારની દીકરી દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચે બની સેતુ

Tags :
amarattractionDevoteesGaneshGondalgrandgrouporganizepandal
Next Article