ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : બાંદરા ગામે ભાદરનાં ઓવારામાં નહાવા પડેલા પ્રૌઢનું ડુબી જવાથી મોત

આ બનાવનાં પગલે ઘટના સ્થળે પહોંચેલી ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
04:22 PM Apr 02, 2025 IST | Vipul Sen
આ બનાવનાં પગલે ઘટના સ્થળે પહોંચેલી ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
Gondal_gujarat_first
  1. Gondal નાં બાંદરા ગામે ભાદર ડેમનાં ઓવારામાં ડૂબી જવાંથી એક પ્રૌઢનું મોત
  2. 3 મિત્રો સાથે પ્રૌઢ ડેમનાં ઓવારામાં નહાવા માટે ગયા હતા
  3. ઊંડા પાણીમાં ડૂબી જતાં નિપજ્યું મોત, ફાયરનું મોટી રાતે સુધી સર્ચ ઓપરેશન

રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાના બાંદરા ગામે સાંજનાં સુમારે ગામની સીમમાં આવેલા ભાદર ડેમનાં ઓવારામાં 4 મિત્રો નહાવા પડ્યા હતા. દરમિયાન, ઊંડા પાણીમાં ડુબી જવાથી એક યુવકનું મોત નિપજ્યું છે. આ બનાવનાં પગલે ઘટના સ્થળે પહોંચેલી ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે (Gondal Fire Brigade) મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને મૃતદેહ શોધી કાઢ્યો હતો. યુવકનાં મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયો છે. આ મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Deesa Blast : આરોપી દિપક મોહનાનીને લઈ હિંમતનગરનાં વેપારીએ કર્યો મોટો ખુલાસો!

3 મિત્રો સાથે પ્રૌઢ ડેમનાં ઓવારામાં નહાવા માટે ગયા હતા

પ્રાપ્ત વિગત મુજબ, બાંદરા રહેતા મુળજીભાઇ ધુડાભાઇ મકવાણા (ઉ.47) ગત સાંજે 5 નાં સુમારે અન્ય ત્રણ મિત્રો સાથે બાંદરા ગામની સીમમાં આવેલા ભાદર ડેમનાં (Bhadar Dam) ઓવારા (કિનારે) નહાવા ગયા હતા. પરંતુ, પાણીમાં નહાવાની મજા લઇ રહેલા મિત્રોને ક્યાં ખબર નહોતી કે થોડી મિનિટોમાં મોટી દુર્ઘટના સર્જાશે. મુળજીભાઇ નહાતી વખતે પાણીમાં થોડાં આગળ નીકળી જતાં પાણીનાં ઉંડાણમાં ખેંચાઇ જતાં ડૂબ્યા હતા અને પલભરમાં જ લાપતા થઈ ગયા હતા.

આ પણ વાંચો - Banaskantha : ડીસા વિસ્ફોટ કાંડના આરોપી પિતા-પુત્રના ખૂલ્યા મોટા રાઝ

ઊંડા પાણીમાં ડૂબી જતાં શખ્સનું મોત, ફાયરનું મોડી રાત સુધી સર્ચ ઓપરેશન

આ દ્રશ્ય જોઈને બાકીનાં ત્રણ મિત્રો અવાચક બની ગયા હતા. પાણી ઊંડુ હોય કોઈ મદદ કરી શક્યાં ન હતાં. બનાવની જાણ ગામમાં થતા ગોંડલ ફાયર બ્રિગેડને (Gondal Fire Brigade) જાણ કરાઇ હતી. ફાયરનાં કિશોરભાઈ ગોહિલ સહિતનાં તરવૈયાઓ બાંદરા દોડી જઇ ભાદરનાં પાણીમાં મુળજીભાઇની શોધખોળ કરતા મોડીરાત્રે દોઢ કલાકે મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ તપાસ અનુસાર, મૃતક મુળજીભાઇ મજૂરીકામ કરતા હતા અને પરિણીત હતા. તેમણે ત્રણ સંતાનો હોવાનું પોલીસ (Taluka Police) સૂત્રોએ જણાવ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Suratમાં આધારકાર્ડ અપડેટનું મૌટુ કૌભાંડ, ધારાસભ્યના બોગસ સહી અને સિક્કાનો ઉપયોગ કરાયો

Tags :
Bhadar DamGondalGondal Civil HospitalGondal Fire BrigadeGUJARAT FIRST NEWSMan fall in DamRAJKOTtaluka policeTop Gujarati News
Next Article