ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GONDAL : હિન્દુ- મુસ્લીમ એકતાનું અનુકરણીય ઉદાહરણ, ગોંડલમાં ઉજવાયા શાહી લગ્નોત્સવ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલ શહેરના પ્રતિષ્ઠિત પ્રિન્સગ્રૂપના પૂર્વ સંકલ્પ અનુસાર ભૂતકાળમાં ૧૧૧૦ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નને ભવ્યતિભવ્ય રીતે ઉજવાયા બાદ તાજેતરમાં આ ગ્રુપના સંચાલક કાર્યકરો હિન્દુ - મુસ્લીમ સંસ્થાના વડાઓ, રાજકીય અને ઔદ્યોગિક આગેવાનો દાતાઓ દ્વારા બાકી એક મુસ્લીમ પરિવારની...
05:36 PM Dec 23, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલ શહેરના પ્રતિષ્ઠિત પ્રિન્સગ્રૂપના પૂર્વ સંકલ્પ અનુસાર ભૂતકાળમાં ૧૧૧૦ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નને ભવ્યતિભવ્ય રીતે ઉજવાયા બાદ તાજેતરમાં આ ગ્રુપના સંચાલક કાર્યકરો હિન્દુ - મુસ્લીમ સંસ્થાના વડાઓ, રાજકીય અને ઔદ્યોગિક આગેવાનો દાતાઓ દ્વારા બાકી એક મુસ્લીમ પરિવારની...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોંડલ શહેરના પ્રતિષ્ઠિત પ્રિન્સગ્રૂપના પૂર્વ સંકલ્પ અનુસાર ભૂતકાળમાં ૧૧૧૦ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નને ભવ્યતિભવ્ય રીતે ઉજવાયા બાદ તાજેતરમાં આ ગ્રુપના સંચાલક કાર્યકરો હિન્દુ - મુસ્લીમ સંસ્થાના વડાઓ, રાજકીય અને ઔદ્યોગિક આગેવાનો દાતાઓ દ્વારા બાકી એક મુસ્લીમ પરિવારની કન્યાના રજવાડી ઠાઠ અને શાહી લગ્નોત્સવનું આયોજન કરી કન્યાદાનના આ સેવાના શ્રેયમાં સૌ કોઈએ તન, મન, ધનથી પુણ્યોપાર્જન કરી આ લગ્નોત્સવ માણ્યો હતો.
પ્રિન્સ ગ્રુપના સંચાલક મનોજભાઈ ઉદ્દેશીના નેતૃત્વમાં ભૂતકાળમાં અનેક સમૂહ લગ્નોત્સવ, વિભિન્ન ધાર્મિક આધ્યાત્મિક સાંસ્કૃતિક અને માનવસેવાની થયેલી પ્રવુતિઓ પૈકી ૧૧૧૧ સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવના પૂર્વ સંકલ્પાનુસ્સાર ૧૧૧૦ સમૂહલગ્નોત્સવ થકી દીકરીઓના ભવ્યતીભવ્ય વિવાહ બાદ એક દીકરીના લગ્ન બાકી હતા, તે તાજેરમાં મુસ્લીમ દીકરીને કન્યાદાન કરી રજવાડી ઠાઠ સાથે શાહી લગ્નોત્સવ કરી તેને વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે અનેક દાતાઓએ ઉદાર હાથે  આર્થિક અનુદાન આપીને પ્રિન્સ ગ્રુપના આ સંકલ્પને સિધ્ધ કરાવો હતો. આ પ્રસંગે હિન્દુ - મુસ્લીમ સંપ્રદાયના વડાઓ, ધર્મગુરુઓ, મૌલવીઓ,રાજકીય નેતાઓ,ઉધોગપતિઓએ અને દાતાઓએ હાજરી આપી સેવા યજ્ઞનાં સાક્ષી બન્યા હતા.
પ્રિન્સગ્રુપના સંચાલક મનોજભાઈ ઉદ્દેશીએ આ પ્રસંગે જણાવેલ કે કોઈ - પણ નાત - જાતના ભેદભાવ વગર સમાંજ્યોગી પ્રવુતિઓની જ્યોત જલાવવા આવી છે ત્યારે સૌના સહયોગ વડે જ આગામી સમયમાં સોમયજ્ઞ, સમૂહ શ્રીમદ્ ભાગવત કથા, રકતદાન કમ્પ, વિભિન્ન સ્થળોની ધર્મયાત્રાઓ , યાત્રા - પ્રવાસ , સર્વરોગ નિદાન કેમ્પ જેવા અનેકવિધ સમાજ્યોગી પ્રકલ્પો દાતાઓ, કાર્યકરોના સહયોગ વડે કરવામાં આવનાર છે. અને આ વિભિન્ન પ્રવુતિઓ થકી ઉપાર્જીત થનાર આર્થિક યોગદાન માનવસેવા સમાજસેવાના જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડી ને સેવાનું શ્રેય પ્રાપ્ત કરવામાં આવશે.
આ પણ વાંચો -- S Jaishankar :  હવે દેશ બીજો ગાલ ધરવાના મૂડમાં નથી…’
Tags :
GondalHindu-MuslimMarriageSAAHI MARRIAGESAMUH LAGNAunity
Next Article