Gondal: આંગડિયા પેઢીના 14 વર્ષ જૂના મેનેજરે માલિકને રૂપિયા. 2.32 કરોડનો ચૂનો લગાવ્યો
ગોંડલમાં એક વિશ્વાસુ કર્મચારીએ માલિકના ભરોસાનો ગેરલાભ ઉઠાવીને કરોડનું કૌભાંડ આચર્યું છે. 14 વર્ષથી મેનેજર તરીકે કામ કરતા શખ્સે પોતાના બનેવી સાથે મળીને આંગડિયા પેઢીમાંથી ₹2.31 કરોડની ઉચાપત કરી છે. સીસીટીવી અને વીડિયો પુરાવાઓએ આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
Advertisement
Gondal Angadiya Fraud: ગોંડલ શહેરમાં વિશ્વાસઘાતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 'પી.એમ. આંગડિયા પેઢી'ના 14 વર્ષથી ફરજ બજાવતા મેનેજરે જ પેઢીને લાખો-કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. મેનેજર મયુર વલ્લભભાઈ ઢોલેએ પોતાના બનેવી જલ્પેશ ઝાપડિયા સાથે મળીને વ્યવસ્થિત કાવતરું ઘડીને કુલ ₹2.61 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે.

