ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: બાલાશ્રમમાં 5 દીકરીઓના લગ્ન શાહી ઠાઠમાઠ સાથે સંપન્ન, નગરજનોએ ભીની આંખે દીકરીઓને વળાવી

Gondal: ગોંડલના ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દીકરીઓના યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા. સવારે જાનના રુડા સ્વાગત કરાયા હતા.
08:00 PM Mar 02, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલના ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દીકરીઓના યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા. સવારે જાનના રુડા સ્વાગત કરાયા હતા.
Gondal
  1. દીકરીઓના કન્યાદાન ઉદ્યોગપતિઓએ આપ્યા
  2. નગરજનોએ ભીની આંખે દીકરીઓને વળાવી
  3. ગોંડલના આંગણે યાદગાર લગ્નોત્સવ ઉજવાયો

Gondal: ગોંડલના ભગવતસિહ બાલાશ્રમ ખાતે આશ્રમમાં પનાહ લઇ ઉછરેલી પાંચ દીકરીઓના યોજાયેલા લગ્ન શાહી ઠાઠમાઠ સાથે થયા હતા. સવારે જાનના રુડા સ્વાગત કરાયા હતા. લગ્નવિધિ અને ભોજન બાદ દીકરીઓને માવતર બનેલા ગોંડલે ભીની આંખે વિદાય અપાઇ હતી. નગરપાલિકા દ્વારા સંચાલીત બાલાશ્રમ ખાતે પાંચ દીકરીઓના લગ્ન પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની દેખરેખ હેઠળ યોજાયા હતા. સવારે ટાઉનહોલ પાસે મુખ્ય બજારથી જાનના સામૈયા સાથે દબદબાભેર વરઘોડો નિકળ્યો હતો અને બાલાશ્રમ પંહોચ્યો હતો.

સુશોભિત કરાયેલા બાલાશ્રમમાં રંગેચંગે લગ્નવિધિ સંપન્ન

લગ્નોત્સવને લઈને સુશોભિત કરાયેલા બાલાશ્રમમાં રંગેચંગે લગ્નવિધિ સંપન્ન થઇ હતી. લગ્નોત્સવમાં જયરાજસિહ જાડેજા, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક, નગરશ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, પુ.જેરામદાસબાપુ, પુ.ચંદુબાપુ, પુ.રવિદર્શનજી, પુ.સીતારામ બાપુ સહિત સંતો મહંતો, ગોંડલ રાજવી હિમાંશુસિહજી, રાજમાતા કુમુદકુમારીજી અને કુમાર જ્યોતિર્મયસિહજી હવામહેલ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓને કન્યાદાન અનુક્રમે ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ, ઉદ્યોગપતિ ધનસુખભાઇ નંદાણીયા, નીતિનભાઈ ગાજીપરા, વિજયભાઈ વાડોદરીયા તથા સાગરભાઇ દેસાઇએ કન્યાદાન આપ્યા હતા.

આ પણ વાંચો: Dahod જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, ડ્રોનની મદદથી આરોપીને ઝડપી પાડ્યો

આ મહાનુભાવો લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહ્યાં

શરણાઈના સુર, માંગલીક ગીતો અને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્નવિધિ સંપન્ન થયા બાદ દીકરીઓ ને વિદાય અપાઇ હતી.લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહ માં જાનૈયા, માંડવીયા સહિત અંદાજે દસ હજાર લોકોએ ભોજન ગ્રહણ કર્યુ હતુ. બાલાશ્રમ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા લગ્નોત્સવનું માઇક્રો પ્લાનિંગ અશોકભાઈ પીપળીયાએ કર્યુ હતુ. જેને કારણે બાલાશ્રમના આંગણે પાંચ - પાંચ જાન આવી હોવા છતા અદભુત વ્યવસ્થા જળવાઇ હતી.અશોકભાઈ પીપળીયાની સાથે ગણેશભાઈ જાડેજા, ડૉ.નૈમિશભાઈ ધડુક, મનસુખભાઈ સખીયા,પાલીકા પ્રમુખ અશ્વિનભાઇ રૈયાણી, ક્રીપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુ સહિતની વ્યવસ્થા કમિટી અને નગરપાલિકાના સદસ્યો, કાર્યકરો એ ટીમવર્ક દાખવી લગ્નોત્સવ ને સફળ બનાવ્યો હતો.

દીકરીઓને કરિયાવરમાં મળી અનેક વસ્તુઓ

ગોંડલ બાલાશ્રમની પાંચ દીકરીઓના યોજાયેલા લગ્ન પ્રસંગે ગોંડલે તેની અમીરાત અને ખમીરાત બતાવી દીકરીઓને ઢગલાબંધ કરિયાવર આપી ઉપરાંત રોકડ રકમની જાણે વર્ષા થઈ રહી હતી. કુમાર જ્યોતિર્મયસિહજી સહિત અનેક નામી અનામી દાતાઓએ દીકરીઓના નામે ફિક્સ ડિપોઝિટ મુકી હતી. ભગવતપરા બહુચરાજી મઠના ભગત દ્વારા દીકરીઓને સાડીઓ અર્પણ કરાઇ હતી. લગ્નમાં આવેલા નગરજનો દ્વારા રોકડ તથા અનેક ગિફ્ટ દીકરીઓને અપાઇ હતી.

આ પણ વાંચો: Rajkot: BRTSમાં સ્ટીયરિંગ પર માવો ઘસતા ડ્રાઇવરને કરવામાં આવ્યો સસ્પેન્ડ!

251 થી વધુ ઘરવપરાશની ચીજવસ્તુઓનો કરિયાવર અપાઈ

ફ્રીજ, ટીવી,એસી સહિત કરિયાવરની 251 થી વધુ ઘરવપરાશની ચીજવસ્તુઓનો કરિયાવર તો અગાઉ મળી ચુક્યો હતો. તેમ છતા લગ્નવિધિ સમયે દાતાઓ વરસી પડી ગોડલની દિલેરીના દર્શન કરાવ્યા હતા. આ સાથે બાલાશ્રમની દીકરીઓ કે પનાહ લઇ રહેલ નિરાશ્રિત અનાથ નથી. ગોંડલ તેનું માવતર બનીને બેઠુછે તે વાત ની પ્રતીતિ પણ કરાવી હતી. રાજાશાહી સમયથી એટલે કે 122 વર્ષથી બાલાશ્રમમાં લગ્નોત્સવની ચાલી આવતી પરંપરાને આયોજક આગેવાનો એ બખુબી નિભાવી હતી.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
BalashramBalashram NewsGondalgondal newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsmarriage of 5 daughtersmarriage of 5 daughters complete with royal pomptownspeople escort the daughters
Next Article