Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય, જુઓ આ અદભુત તસવીરો

ગંગોત્રી અર્વાચીન ગરબીએ નવ દિવસનું સુંદર આયોજન કર્યું નાની બાળકીઓ દ્વારા કૃષ્ણ અને ગોપીઓના રાસ રજૂ થયા અહીં ગરબીમાં ભરતનાટ્યમ સ્વરૂપ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું Gondal: ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ (Gondal) તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72...
gondal  પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય  જુઓ આ અદભુત તસવીરો
Advertisement
  1. ગંગોત્રી અર્વાચીન ગરબીએ નવ દિવસનું સુંદર આયોજન કર્યું
  2. નાની બાળકીઓ દ્વારા કૃષ્ણ અને ગોપીઓના રાસ રજૂ થયા
  3. અહીં ગરબીમાં ભરતનાટ્યમ સ્વરૂપ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું

Gondal: ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ગોંડલ (Gondal) તેમજ સમગ્ર ગુજરાતના અલગ અલગ 72 શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવી અને અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ તેમનો 360 ડિગ્રી ડેવલપમેન્ટ એટલે કે શારીરિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસ માટે કાર્યરત છે.

Advertisement

એ જ આધ્યાત્મિક વિકાસના ભાગરૂપે ગુજરાતની ઓળખ ધરાવતો તહેવાર નવરાત્રી મહોત્સવ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ ઉજવી રહી છે. જેમાં પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારની સાથે આધુનિકતાનો સમન્વય જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: ગરબાના રંગમાં ભંગ પડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલ કરી વરસાદની આગાહી

ગંગોત્રી અર્વાચીન ગરબીએ ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલ (Gondal) દ્વારા નવ દિવસનું સુંદર આયોજન છે. જેની શરૂઆત ત્રીજી ઓક્ટોબર 2024 થી થઈ. આ આયોજન ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં થઈ રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે પહેલા નોરતે ગંગોત્રી ગ્રુપ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળા, શિક્ષકો સાથે આમંત્રણને માન આપીને પધારેલા દરેક મહેમાનો અને વિદ્યાર્થીઓ દ્વારા જગતજનની માં જગદંબાની આરતીથી શરૂઆત થઈ.

નોંધનીય છે કે, માતાજીનું આવાહન વિશ્વંભરી સ્તુતિ દ્વારા માતાજીને વિનંતી રાસ રજૂ થયો હતો. નવદુર્ગાના નવ રૂપનું વર્ણન ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યું. તેમજ આપણા પ્રાચીન ગરબાઓ ખૂબ જ સુંદર રીતે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ્સની દીકરીઓ દ્વારા રમવામાં આવ્યા હતાં..

Gondal

નાના નાના ભૂલકાઓ દ્વારા કૃષ્ણ અને ગોપીઓના રાસ રજૂ થયા હતા. વાતાવરણમાં અલૌકિક આધ્યાત્મિકતા છવાઈ હતી અને અંતમાં એકસોથી વધારે દીકરીઓ દ્વારા મિક્સ ફ્યુઝન ડાકલાએ લોકો માટે ખૂબ જ ભાવવિભોર અને ભક્તિમય કરી દે તેઓ રાસ રહ્યો હતો. આ સમગ્ર આયોજન ગંગોત્રી ગ્રુપ સ્કૂલના શિક્ષકો કરી રહ્યા છે અને તેમની સાથે વિદ્યાર્થીઓને રાખી પ્રેક્ટીકલ બેઝ લર્નિંગ તેમજ મેનેજમેન્ટ સ્કીલ શીખવાડી રહ્યા છે.

Gondal

પહેલા નોરતાના અંતે સૌએ આરતી કરી અને ધોરણ સાત અને નવની દીકરીઓ દ્વારા લાઈવ વિશ્વંભરી સ્તુતિ ગાઈ અને કરી હતી. સૌના ચહેરા ઉપર અનેરો આનંદ અને ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો અને નવ દિવસ ગંગોત્રી સ્કૂલ (Gondal)ની અર્વાચીન ગરબીમાં જોડાઈ રહેવાનો હકારાત્મક દ્રષ્ટિકોણ જોવા મળ્યો.

આ પણ વાંચો: Israel-Iran War : ઇઝરાયેલ પિશાચ અને અમેરિકા તો.....ખામેનેઇનો આક્રોષ

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.

×