Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: ચૈત્રી નવરાત્રી અને રામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ

ગોંડલ રામજી મંદિર ખાતે રામ નવમી ની ભવ્યતીભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ચૈત્રી નવરાત્રી અને રામ જન્મોત્સવની પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી.
gondal  ચૈત્રી નવરાત્રી અને રામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
Advertisement
  • ગોંડલ રામજી મંદિર ખાતે રામનવમીની ઉજવણી કરાઈ
  • ચૈત્રી નવરાત્રી અને રામ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ
  • અનેક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો

સદગુરુદેવ ભગવાન રણછોડદાસજી મહારાજની પ્રેરણા અને ગુરૂદેવશ્રી પૂ.હરિચરણદાસજી મહારાજ અનન્ય આશીર્વાદ થી પરમ પૂજ્ય મહંત જયરામદાસજી મહારાજ ની અધ્ય્ક્ષતામાં અત્રે ના સુપ્રસિદ્ધ રામજી મંદિર ગોંડલ ખાતે રામનવમી કાર્યક્રમ ભવ્યતીભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.

જેમાં કળશ સ્થાપના, રામ ચરિત માનસજી ના પાઠ, રામજન્મોત્સવ, રામ વિવાહ , પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ હરિચરણદાસજી મહારાજનો 103 મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી તેમજ આજ રોજ રામનવમીના દિવસે શ્રી રામયજ્ઞ, મહાઆરતી તેમજ રામજન્મોત્સવ ભક્તિ ભાવ સાથે ઉજવાયો હતો. આ તકે સંતો-મહંતો, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટિઓ, ગુરુભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો.

Advertisement

દસ હજાર થી વધુલોકોએ સમૂહ મહાપ્રસાદ લીધો

ગોંડલના સુપ્રસિદ્ધ રામજીમંદિર ખાતે ભવ્ય રામલલ્લાના વધામણાં અને બપોરે મહાઆરતી માં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું હતું દેશવિદેશથી ગુરુભાઈઓ પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહી આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ chaitri navratri નાં છેલ્લા દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી ખાતે વિશેષ પૂજા અર્ચના કરાઈ, ભક્તો દર્શનાર્થે ઉમટ્યા
આજરોજ રામનવમી નિમિતે રઘુરામ યજ્ઞમાં જીત રાજેશભાઇ ઉનડકટ તથા ઉનડકટ પરિવારે એ મુખ્ય યજમાન તરીકે જોડાયા હતા. અને યજ્ઞ પૂર્ણાહૂતિએ ગોંડલના મહારાજાશ્રી હિમાંશુસિંહજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને રામજી મંદિરના પટાંગણમાં મહા પ્રસાદ માં મોટી સંખ્યામાં ગુરુભાઈઓ અને ભક્તજનો એ લાભ લીધો હતો.

આ પણ વાંચોઃ Ramnavami: રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી, શ્રીરામને કરાયો વિશેષ શણગાર

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.

×