Gondal Election : ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ, 40 ગામમાં સરપંચ-સભ્યો માટે ઉમેદવારી નોંધાઈ
- ગોંડલ ગોંડલ તાલુકામાં 22 જૂને યોજાશે ગ્રામ પંચાયતની ચૂંટણી (Gondal Election)
- 6 ગામમાં સામાન્ય, 2 ગામોમાં સરપંચ પદ અને અન્ય ગામોમાં વોર્ડ સભ્યોની પેટાચૂંટણી
- તાલુકાનાં કુલ 40 ગામોમાં ચૂંટણી, ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે સ્પષ્ટ થશે ચિત્ર
- 34 ગામોનાં વિવિધ વોર્ડમાં સભ્યપદ માટે કુલ 133 જેટલા ફોર્મ ભરાયા
Gondal Election : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં આગામી 22 જૂન, 2025 રવિવારનાં રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. આથી, તાલુકામાં સામાન્ય, મધ્યસત્ર અને પેટા ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તાલુકાનાં કુલ 40 ગામોમાં યોજાનારી આ ચૂંટણી અંતર્ગત ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેમાં સરપંચ અને સભ્યપદ માટે મોટી સંખ્યામાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
આગામી ચૂંટણીમાં (Gondal Election) ક્યાંક સંપૂર્ણ ગ્રામપંચાયત, ક્યાંક ફક્ત સરપંચ પદ, તો ક્યાંક વોર્ડની ખાલી બેઠકો માટે મતદાન યોજાશે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. આ 6 ગામોમાં સંપૂર્ણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે, જે ગામોમાં સરપંચની સાથે તમામ વોર્ડનાં સભ્યો માટે પણ ચૂંટણી યોજાનાર છે. ત્યાં ઉમેદવારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો - Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
ગોમટા : (વોર્ડ 1 થી 10) - સરપંચ પદ માટે 6 અને સભ્યપદ માટે 21 ફોર્મ ભરાયા.
ખડવંથલી : (વોર્ડ 1 થી 8) - સરપંચ માટે 3 અને સભ્યો માટે 17 ફોર્મ ભરાયા.
ચોરડી : (વોર્ડ 1 થી 8) - સરપંચ માટે 4 અને સભ્યો માટે 25 ફોર્મ ભરાયા.
વાવડીનો વિડો : (વોર્ડ 1 થી 8) - સરપંચ માટે 4 અને સભ્યો માટે 16 ફોર્મ ભરાયા.
સુલતાનપુર : (વોર્ડ 1 થી 12) - સરપંચ માટે 2 અને સભ્યો માટે 14 ફોર્મ ભરાયા.
પાટખીલોરી : (વોર્ડ 1 થી 8) - સરપંચ માટે 2 અને સભ્યો માટે 16 ફોર્મ ભરાયા.
દેવળા અને લીલાખામાં ફક્ત સરપંચ પદ માટે જંગ :
તાલુકાનાં બે ગામોમાં ફક્ત સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે. દેવળા ગામમાં સરપંચ પદ માટે માત્ર 1 જ ફોર્મ ભરાતા તે બેઠક બિનહરીફ થવાની શક્યતાઓ છે. જ્યારે, લીલાખા ગામમાં સરપંચ પદ માટે 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેથી ત્યાં ચૂંટણી યોજાશે.
વિવિધ ગામોમાં વોર્ડની પેટા ચૂંટણી (By-Election) માટે ભરાયેલા ફોર્મ તાલુકાના અન્ય ગામોમાં વોર્ડની ખાલી પડેલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી યોજાશે.
રીબડા : વોર્ડ નં. 3 અને 8 માટે કુલ 3 ફોર્મ
બાંદરા : વોર્ડ નં. 4 માટે 3 ફોર્મ
દેરડી (કુંભાજી) : વોર્ડ નં. 5 અને 8 માટે 3 ફોર્મ
મોવિયા : વોર્ડ નં. 6 અને 11 માટે 7 ફોર્મ
આ પણ વાંચો - Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!
એક-એક ફોર્મ ભરાયેલ ગામો:
વેકરી (વોર્ડ 7), ધરાળા (વોર્ડ 7), દાળિયા (વોર્ડ 7), મેતા ખંભાળીયા (વોર્ડ 5), માંડણકુંડલા (વોર્ડ 2), શેમળા (વોર્ડ 1), વીંઝીવડ (વોર્ડ 1), વાછરા (વોર્ડ 8), રીબ (વોર્ડ 3).
એકપણ ફોર્મ નહીં ભરાયેલ ગામો
મેસપર (વોર્ડ 5), ભુણાવા (વોર્ડ 8), ભોજપરા (વોર્ડ 8), મોટા મહીકા (વોર્ડ 4), ગરનાળા (વોર્ડ 8), કમરકોટડા (વોર્ડ 4), કોલીથડ (વોર્ડ 10), ખાંડાધાર (વોર્ડ 7), ચરખડી-પડવલા (વોર્ડ 1), ડૈયા (વોર્ડ 6), નવાગામ (વોર્ડ 8), નાના મહીકા (વોર્ડ 8), મુંગાવાવડી (વોર્ડ 5), રાણસીકી (વોર્ડ 8), લૂણીવાવ (વોર્ડ 5), વાસાવડ (વોર્ડ 5), વોરાકોટડા (વોર્ડ 7), સિંધાવદર (વોર્ડ 8) અને પાટીદળ (વોર્ડ 6).
4 ગામોનાં વિવિધ વોર્ડમાં સભ્યપદ માટે કુલ 133 જેટલા ફોર્મ ભરાયા
6 ગામોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 21, દેવળામાં 1 અને લીલાખામાં 2 મળીને સરપંચ પદ માટે કુલ 24 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે 34 ગામોનાં વિવિધ વોર્ડમાં સભ્યપદ માટે કુલ 133 જેટલા ફોર્મ ભરાયા છે. હવે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને ઉમેદવારોનો ભાવિ ફેંસલો 22 જૂનનાં રોજ મતદારો કરશે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો, રાઇડ વગર મેળો યોજાશે!