ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : મોટામહિકા રોડ પર છોટા હાથીમાંથી રૂ. 5.58 લાખનો વિદેશી દારુ ઝડપાયો, 2 ની ધરપકડ

રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકામાં દારૂ સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. દરમિયાન, ગત રાત્રિનાં તાલુકા પોલીસે મોટામહિકા રોડ (Motamahika Road) પર મામાદેવ મંદિર પાસેથી શંકાસ્પદ જણાતા છોટા હાથીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની...
03:11 PM Jul 11, 2024 IST | Vipul Sen
રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકામાં દારૂ સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. દરમિયાન, ગત રાત્રિનાં તાલુકા પોલીસે મોટામહિકા રોડ (Motamahika Road) પર મામાદેવ મંદિર પાસેથી શંકાસ્પદ જણાતા છોટા હાથીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની...

રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકામાં દારૂ સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે તાલુકા પોલીસે લાલ આંખ કરી છે. દરમિયાન, ગત રાત્રિનાં તાલુકા પોલીસે મોટામહિકા રોડ (Motamahika Road) પર મામાદેવ મંદિર પાસેથી શંકાસ્પદ જણાતા છોટા હાથીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 1363 બોટલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 5.56 લાખ જેટલી થતી હતી. આ મામલે પોલીસે ડ્રાઇવર સહિત બે શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારુની રુ.5.56 લાખની કિંમતની 1363 વિદેશી દારૂની બોટલો મળી

ગોંડલ (Gondal) તાલુકા પોલીસે ફરી એકવાર દારૂની હેરાફેરી કરતા ઇસમોના મનસૂબાને નિષ્ફળ કર્યો છે. માહિતી મુજબ, ગતરાતે મોટામહિકા રોડ પર મામાદેવ મંદિર પાસે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન, શંકાસ્પદ એક છોટા હાથી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. આથી પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. તેમાંથી વિદેશી દારુની રુ.5.56 લાખની કિંમતની 1363 વિદેશી દારૂની બોટલો મળી આવતા છોટા હાથી સહિત કુલ રુ.7.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ચાલક તથા તેની સાથે રહેલા અન્ય શખ્સને જડપી કાર્યવાહી કરી હતી. પૂછપરછમાં વિદેશી દારુનો (Foreign Liquor) જથ્થો ગોંડલનાં બે શખ્સોનો હોવાની કબુલાત કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ મંગાવનારા બેની પોલીસે શોધખોળ આદરી

પ્રાપ્ત વિગત મુજબ, પોલીસનાં (Gondal Police) સંજયભાઈ, પ્રતાપસિંહ, કિશનભાઇ, રાજેશભાઈ, મયુરસિંહ, રાજદેવસિહ, રવિરાજસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે મોટામહિકા રોડ પર વિદેશી દારુનો જથ્થો ભરેલું વાહન પસાર થવાનું છે. આથી વોચ ગોઠવતા એક છોટા હાથી શંકાસ્પદ હાલતમાં નિકળતા અટકાવી તલાસી કરવામાં આવી હતી. દરમિયાન, તેમાંથી વિદેશી દારુ મળી આવતા ચાલક વિજય કિશોરભાઈ પરમાર (રહે. ગોંડલ, સરકારી હોસ્પિટલ સામે) તથા કપુરિયાપરામાં રહેતા પાર્થ ઉર્ફ ગુડ્ડુ ભીખાભાઇ ડાભીને જડપી લીધા હતા. આરોપીઓની પૂછપરછ કરતા દારુનો જથ્થો ( Foreign Liquor) ગોંડલમાં રહેતા રાજુ ભીખાભાઇ પરમાર તથા ભાવેશ દુધરેજીયાનો હોવાનુ કબૂલાત કરી હતી. પોલીસે બન્નેને જડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

 

આ પણ વાંચો - Ahmedabad : આંગડિયા પેઢીના કર્મચારીઓને ફિલ્મી ઢબે લૂંટી લેવાયા, રૂ.65 લાખ લઈ લૂંટારુઓ ફરાર

આ પણ વાંચો - VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત

આ પણ વાંચો - Jamnagar : ભાણવડમાં પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો, કારણ આવ્યું સામે!

Tags :
Crime Newsforeign liquorGoandalGondal PoliceGujarat FirstGujarati NewsMotamahika RoadRAJKOT
Next Article