Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ તરીકે ગોપાલભાઈ ટોળીયાની વરણી

GONDAL : ગોંડલ (GONDAL) હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સતત ૪૩ માં વર્ષ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન તેમજ ગત વર્ષે વિજેતા થયેલા એક થી પાંચ રનિંગ ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તેમજ અન્ય ફ્લોટ્સને રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા...
gondal   હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ તરીકે ગોપાલભાઈ ટોળીયાની વરણી
Advertisement

GONDAL : ગોંડલ (GONDAL) હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સતત ૪૩ માં વર્ષ ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન તેમજ ગત વર્ષે વિજેતા થયેલા એક થી પાંચ રનિંગ ફ્લોટ્સને શીલ્ડ તેમજ રોકડ પુરસ્કાર તેમજ અન્ય ફ્લોટ્સને રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

જન્માષ્ટમી તહેવારની ચર્ચા કરવામાં આવી

ગોંડલ પટેલ વાડી ખાતે આગામી જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળિયાના અધ્યક્ષ સ્થાને ધર્મસભાનુ આયોજન તારીખ ૩ ને શનિવાર ના રોજ સાંજના ૭ કલાકે રાખવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાઓના હોદેદારો વેપારીઓ ધર્મગુરૂઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજનાં પ્રસાદ બાદ ૯ કલાકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરી આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ ગત વર્ષ દરમ્યાન થયેલ ખર્ચનો હિસાબ રજૂ કરાયો હતો જે ધર્મસભામાં ઉપસ્થિત તમામ લોકોએ બે હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું.

Advertisement

આ વર્ષે પણ પ્રમુખની વરણી કરવામાં આવી

હિન્દૂ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલ ધર્મસભામાં છેલ્લા ઘણા વર્ષોથી હિન્દૂ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાની આ વર્ષે પણ પ્રમુખ તરીકેની વરણી થતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ નિર્ણયને આવકર્યો હતો. અને ધર્મસભામાં ઉપસ્થિત ગૌ સેવકોએ ગોપાલભાઈ ટોળીયાનું ફુલહાર અને ભગવાન શ્રી કૃષ્ણની સ્મૃતિ ચિહ્નની ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Advertisement

ધર્મસભામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ગોંડલ ભગવતપરા ખાતે યોજાયેલ ધર્મસભામાં મોટી હવેલીના મુખ્યાજી, હિન્દૂ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોળિયા, રીબડાના દાનવીર અનિરુદ્ધસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયા, ગોરધનભાઈ પરવડા, દિનેશભાઇ માધડ, રાજુભાઇ સખીયા બટુકભાઈ સાવલીયા, હિરેન ડાભી, શશીકાંતભાઈ રૈયાણી, રાજુભાઇ ધાના,નગર પાલીકા પ્રમુખ મનિષભાઇ ચનિયારા, સમીર કોટડીયા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, સંજયભાઈ ધીણોજા, જયદીપસિંહ જાડેજા, નલીનભાઇ જડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ આશીષભાઈ કુંજડીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સહિતના મોટીસંખ્યામાં અગ્રણીઓ અને લોકોની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી કાર્યક્રમનુ સંચાલન રાજુભાઈ છાટબારે કર્યું હતું.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -- Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ

Tags :
Advertisement

.

×