Padminiba Honeytrap Case: ગોંડલ ચકચારી હનીટ્રેપ કેસમાં આરોપીઓના જામીન મંજૂર, મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર
- ગોંડલમાં પદ્મિનીબા વાળા સહિતનાઓ સામે હનીટ્રેપનો કેસ
- નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન કરાયા મંજૂર
- મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર
ગોંડલમાં પદ્મિનીબાવાળા (Padminiba Vala)સહિતનાઓ સામે હનીટ્રેપ (Honeytrap) નો કેસ મામલે નામદાર કોર્ટ દ્વારા આરોપીઓના જામીન મંજૂર કરાયા હતા. પદ્મિનીબાવાળા (Padminiba Vala) સહિત તમામ 4 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલે 4 આરોપીઓની ગોંડલ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય આરોપી તેજલ છૈયા (Tejal Chaiya) પોલીસ પકડથી દૂર છે.
ગોંડલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ તાલુકામાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા (Padminiba Vala) સામે હનીટ્રેપની ફરિયાદ મામલે મોટા સમાચાર આવ્યા છે. 60 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ વ્યક્તિ દ્વારા પદ્મિનીબા વાળા, તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની (Honeytrap) ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે, હવે સામે પક્ષે યુવતીએ પણ વૃદ્ધ સામે છેડતીની વળતી ફરિયાદ નોંધાવી છે. આ અંગેનો એક સનસનીખેજ વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે ગોંડલ શહેર B ડિવિઝન પોલીસે (Gondal City B Division Police) ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પદ્મિનીબા વાળા સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી
જણાવી દઈએ કે, ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા (Padminiba Vala), તેમના પુત્ર સહિત કુલ 5 લોકો સામે ગઈકાલે 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેજલ છૈયા નામની યુવતી દ્વારા પોતાનાં પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી, મકાન પચાવી પાડવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad : ગુજરાત રાજ્ય ફાર્માસિસ્ટ મંડળનાં પ્રમુખ તરીકે ચિરાગ સોલંકી બિનહરીફ
સામે પક્ષે યુવતીએ પણ છેડતીની વળતી ફરિયાદ નોંધાવી
આ મામલે હવે સામે પક્ષે યુવતી તેજલબેન છૈયાએ નિવૃત્ત વૃદ્ધ રમેશભાઈ અમરેલિયા સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં રમેશભાઈએ વીડિયો કોલ પર અવારનવાર બીભત્સ માંગણીઓ કરી હોવાનો આક્ષેપ થયો છે. આ અંગેનો એક સનસનીખેજ વીડિયો પણ સામે આવ્યો છે. ગોંડલ શહેર B ડિવિઝનનાં ઇન્ચાર્જ PI એ.સી. ડામોરે બંને પક્ષની ફરિયાદ નોંધી છે. પોલીસે (Gondal City B Division Police) સામસામે ફરિયાદ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ VADODARA : સંકલનની બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓ દ્વારા અનેકવિધ મુદ્દે રજુઆત