Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : 13 મુખવાળા વાનર અને શનિદેવની આકૃતિ વાળી કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવાઇ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોડલમાં કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. 8 ફૂટ પોહળાઈ અને 13 ફૂટ લંબાઈ ધરાવતી કષ્ટભંજન હનુમાનજી મહારાજની રંગોળી 22 કિગ્રા કલરથી બનવવામાં આવી છે. જ્યોતિ સાટોડિયા અને પૂજા તળાવિયાને રંગોળી બનાવવા માટે 30 કલાકનો...
gondal   13 મુખવાળા વાનર અને શનિદેવની આકૃતિ વાળી કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવાઇ
Advertisement
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
ગોડલમાં કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. 8 ફૂટ પોહળાઈ અને 13 ફૂટ લંબાઈ ધરાવતી કષ્ટભંજન હનુમાનજી મહારાજની રંગોળી 22 કિગ્રા કલરથી બનવવામાં આવી છે. જ્યોતિ સાટોડિયા અને પૂજા તળાવિયાને રંગોળી બનાવવા માટે 30 કલાકનો સમય લાગ્યો છે. રંગોળીમાં વિવિધ 15 કલર, 13 મોઢાના વાનર, શનિદેવ, આંકડાના ફુલ વગેરેનો સમાવેશ થાય છે.
કોચ જ્યોતિ સાટોડિયા અને પૂજા તળાવિયાએ 30 ક્લાકમાં રંગોળી બનાવી
રોશની અને રંગોના તહેવાર દિવાળી નિમિત્તે ગોંડલ શહેરમાં શ્યામવાડી ચોકમાં આવેલા પાવર હાઉસ જિમમાં કષ્ટભંજન હનુમાનજીની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે. પાવર હાઉસ જિમના કોચ જ્યોતિ સાટોડિયા અને પૂજા તળાવિયાએ રંગોળી બનાવી છે. જીમમાં 8 ફૂટ પોહળાઈ અને 13 ફૂટ લંબાઈની કષ્ટભંજન હનુમાનજી મહારાજની રંગોળી બનવવામાં આવી છે.
આ વિશાળકાય રંગોળીમાં 22 કિગ્રા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રંગોળી બનાવવા માટે અંદાજીત 30 કલાકનો સમય લાગ્યો છે. આ વિશાળકાય રંગોળીનુ મોટા ભાગનુ કામ ડ્રોઇગ કર્યા વગર કુદરતી રીતે કોઠા સુજથી તૈયાર કરવામાં આવી છે.  જ્યાં જરૂર પડે ત્યાં જ ડ્રોઈંગ કરવામાં આવ્યું છે.
રંગોળીમાં 15 જેટલા વિવિધ કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બાકીના મોટા ભાગના કલરને મિક્સ કરીને અલગ અલગ રંગના શેડ આપવામાં આવ્યા છે. હનુમાનજીની મૂર્તિમાં 13 જેટલા  વાનરોના મોઢા રાખવામાં આવ્યા છે. રંગોળીમાં રામ સીતા અને સ્ત્રી સ્વરૂપમાં શનિદેવના મુખ પણ રંગોળીમાં દર્શાવવામાં આવ્યા છે. રંગોળી જોતા જ સાક્ષાત હનુમાનજીના દર્શન થાય છે. ત્રણ ફુટની આંકડાના ફુલની માળા પણ કલર પૂરીને દર્શાવવામાં આવી છે.
Tags :
Advertisement

.

×