ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: મહારાજા ભગવતસિંહજીની 159 મી જન્મજયંતિ ઉલ્લાસભેર ઉજવણી, અનેક લોકો રહ્યા હાજર

Gondal: ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી 159 મી જન્મ જયંતિ ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
02:33 PM Oct 24, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી 159 મી જન્મ જયંતિ ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી.
Gondal
  1. મહારાજા ભગવતસિંહજી 159 મી જન્મ જયંતિ ઉજવણી
  2. સર ભગવતસિંહજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
  3. ભગવતપરામાં આવેલ પટેલ વાડી ખાતે રસ્ત કેમ્પનું આયોજન

Gondal: ગોંડલના સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા ભગવતસિંહજી (Maharaja Bhagwat Singhji) 159 મી જન્મ જયંતિ (159th birth anniversary) ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં એક આદર્શ રાજવી નું બિરુદ પામેલા ગોંડલ (Gondal) મહારાજા સર ભગવતસિંહજી 159 મી જન્મ જયંતી નિમિત્તે શહેરના કોલેજ ચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે મહારાજા સર ભગવતસિંહજી (Maharaja Bhagwat Singhji)ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા હતા. આ તકે વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

સર ભગવતસિંહજીની પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા

આ કાર્યક્રમમાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા કરવામાં આવેલ કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેમજ કપુરીયા ચોક ખાતે આવેલ મહારાજા ભગવતસિંહજીની પ્રતિમાને રાજવી પરિવારના કુમાર જ્યોતિર્મયસિંહજી ઓફ હવા મહેલ ગોંડલ (Gondal)ની ઉપસ્થિતિમાં ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વર્તમાન મહારાજા હીમાંશુસિંહજી એ જણાવ્યું હતું કે, સર ભગવતસિંહજીના 159 મી જન્મ જયંતી નગરજનોએ દબદબાભેર ઉજવી છે. તેના માટે રાજવી પરીવાર ગોંડલના સર્વે નગરજનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: Gandhinagar: અંબોડ ખાતે આવેલ મહાકાલી મંદિરનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

સવારે 09 થી બપોરે 01 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું

ગોંડલ આજરોજ મહારાજા સર ભગવતસિંહજી ની ૧૫૯મી જન્મજયંતિ નિમિતે શહેરના ભગવતપરામાં આવેલ પટેલ વાડી ખાતે સવારે ૯ થી ૧ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા શ્રી ભગવત મંડળ ગોંડલ કો. ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લી. ના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગોંડલ નગરજનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Gujarat: શૈક્ષણિક પ્રવાસ માટેની માર્ગદર્શિકાનો શિક્ષણ વિભાગે જાહેર કર્યો ઠરાવ, જાણો સંપૂર્ણ વિગત

રાજકીય આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

આ તકે ગોંડલ (Gondal) નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ પડાળીયા, પૂર્વ પ્રમુખ મનીષભાઈ ચનીયારા, પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, જયંતિભાઇ સાટોડીયા, પૃથ્વીસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ જાડેજા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી, વાય.ડી. ગોહિલ (Gondal) સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપુત યુવક મંડળ, મહારાજા ભોજરાજસિંહજી વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, ગોંડલ રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો તેમજ ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત બહોળી સંખ્યામાં ગોંડલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્ય કલાકાર હરદેવભાઈ આહિર દ્વારા કરવામાં આવ્યું હતું.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: 29 સુશિક્ષિત નવયુવાનોએ BAPS ના વડા પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે પાર્ષદી દિક્ષા ગ્રહણ કરી, જુઓ આ તસવીરો

Tags :
GondalGondal latest newsgondal newsGujaratMaharaja Bhagwat SinghjiMaharaja Bhagwat Singhji's 159th birth anniversary
Next Article