Gondal Marketing Yard ડુંગળીની આવકથી ઉભરાયું, બીજી જાહેરાત ન થાય ત્યા સુધી આવક કરાઈ બંધ
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં થઈ ડુંગળીની આવક
- ડુંગળીનો રૂપિયા 200 થી રૂપિયા 1000 સુધીના ભાવ બોલાયો
- યાર્ડમાં ડુંગળીના સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ
Gondal Marketing Yard: સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ફરી ડુંગળીની આવકથી ઉભરાઈ જવા પામ્યું છે. યાર્ડની બહાર બન્ને બાજુ ગઈ કાલે ડુંગળીના વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી ગત રાત્રિના ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં ડુંગળીના સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ છે. હાલ જગ્યા ના હોવાથી આવક બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli: રાજુલાના કડીયાળી ગામના 4 વ્યક્તિઓની આત્મવિલોપનની ચીમકી, જાણો શું છે મામલો
ડુંગળીના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી
નોંધનીય છે કે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે, ત્યારે આ વખતે હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200/- થી રૂપિયા 1000/- સુધીના બોલાયા હતા. ડુંગળીના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી. યાર્ડ બહાર વાહનોની લાંબી લાઇનો હતી અને ડુંગળીની ભરપૂર આવક થવા પામી છે ત્યારે હવે જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવકને લઈ અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad પોલીસ કમિશનરે 14 PIની બદલીના આપ્યા આદેશ, વાંચો આ અહેવાલ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક
વિગતે એવી સામે આવી છે કે, અત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક નોંધાઈ છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતોને ડુંગળીનો સારો એવો ભાવ પણ મળી રહ્યો છે. જેથી ખેડૂતોના ચહેરા પણ ખુશીઓ વ્યાપી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકને ખેતરથી માર્કેટ સુધી લાવવા માટે ખેડૂત રાતદિવસ એક કરીને કામ કરતો હોય છે. ત્યારે એના પાક અન્યના કામે આવે એ રીતે તૈયાર થતો હોય છે. જેથી તેને પોતાના પાકનો સારો એવો ભાવ મળે તે ઇચ્છનીય પણ છે.
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો: Ankleshwar: પડોશીએ હેવાનીયતની હદ વટાવી, હવસ સંતોષવા સગીર યુવતીને બનાવી દુષ્કર્મનો શિકાર