ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal Marketing Yard જણસીની આવકથી ઉભરાયું, ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક

Gondal: સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળની જણસીની આવક કરવામાં આવી હતી.
10:37 AM Nov 19, 2024 IST | VIMAL PRAJAPATI
Gondal: સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળની જણસીની આવક કરવામાં આવી હતી.
Gondal
  1. આવક વધતા બન્ને જણસીની આવક બંધ કરવામાં આવી
  2. યાર્ડમાં જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી
  3. ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી

Gondal: સૌરાષ્ટ્ર ગુજરાતનું અને ખેડુતો માટે તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી અને મગફળની જણસીની આવક કરવામાં આવી હતી. યાર્ડની બહાર બન્ને બાજુ જણસી ભરેલ વાહનોની લાંબી કતાર લાગી જવા પામી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી ડુંગળી અને મગફળીની જણસીની આવકને લઈને અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે ત્યાં સુધી બન્ને જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ, ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી

ડુંગળી અને મગફળીની મબલખ આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ યાર્ડમાં ડુંગળી અને મગફળીની જણસીની આવક કરવામાં આવી હતી. જેમાં ડુંગળીના અંદાજે 1.20 લાખ કટ્ટાની આવક થવા પામી હતી અને મગફળીની 80 હજાર ગુણી આવક થવા પામી હતી. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી શરૂ થયેલ હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 200 થી રૂપિયા 900 સુધીના ભાવ બોલાયા હતા. આ સાથે મગફળીના 20 કિલોના ભાવ રૂપિયા 800 થી રૂપિયા 1200 સુધીનો ભાવ ખેડૂતોને મળ્યો હતો.

આ પણ વાંચો: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત

સૌરાષ્ટ્રભરના ખેડૂતોને ગોંડલ યાર્ડ પર ભરોસો છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે ગોંડલ યાર્ડ વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણ આવકથી આગવું સ્થાન ધરાવે છે. ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ ગોંડલ યાર્ડ (Gondal Marketing Yard)માં મળી રહે તેને લઈને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જેમકે રાજકોટ, સુરેન્દ્રનગર,પોરબંદર, મોરબી, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા માટે આવી પહોંચે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard)માં દરરોજ હજારોની સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની ચહેલ પહેલ જોવા મળતી હોય છે. વિવિધ જણસીની હરાજીમાં ખેડૂતોને પોતાની મેહનતથી પકવેલ પાકનો પૂરતો ભાવ મળી રહે છે. તેને લઈને સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અહીં આવી પહોંચે છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુનું નિધન, સંતો-મહંતોમાં શોકની લાગણી

Tags :
Gondal marketing yardGondal Marketing Yard Newsgondal newsGujaratGujarati NewsMarketing Yardonion in GondalOnion incomeOnion PriceVimal Prajapati
Next Article