ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ માર્કેટિંગ યાર્ડ આગામી તહેવાર તેમજ માર્ચ એન્ડીંગને લઈને 8 દિવસ કામકાજ બંધ રહેશે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ : સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. યાર્ડના...
03:43 PM Mar 21, 2024 IST | Harsh Bhatt
ગોંડલ માર્કેટિંગ યાર્ડ : સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે. યાર્ડના...
ગોંડલ માર્કેટિંગ યાર્ડ : સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આગામી ધાર્મિક તહેવારો તેમજ માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ 8 દિવસ કામકાજ બંધ રહેશે.

યાર્ડના વાર્ષિક હિસાબ ને લઈને યાર્ડ બંધ રહેશે

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી રવિવાર અને સોમવારના હોળી - ધુળેટીના પર્વને લઈને તેમજ તા. 26 થી 31 માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજ ને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસી ની આવક તેમજ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે.

1/4/24 ને સોમવારથી યાર્ડનું કામકાજ શરૂ થશે

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે, ત્યારે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ હોળી - ધુળેટીનો પર્વ તેમજ માર્ચ એન્ડિંગને લઈને જાહેર હરાજી સહિત યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે માત્ર હોળી - ધુળેટીના તહેવાર બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફીસનું કામકાજ ચાલુ રહેશે. જેને લઈને સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ, વાહન માલિકો તા. 24 માર્ચને રવિવાર થી 31 માર્ચ રવિવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવકો તેમજ હરાજીને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે જેની દરેક એ નોંધ લેવી. તેમજ યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે તેમ યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યું હતું.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
આ પણ વાંચો : Congress : વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણ લડવાનો કર્યો ઇન્કાર
Tags :
announcementclosedDhuletiGondalGondal marketing yardKHETIVADIKISAANMARKETING YADSaurashtra
Next Article