ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: ડૈયા રોડ પર અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજનાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા સહીત અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગત...
03:37 PM Dec 19, 2023 IST | Maitri makwana
અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજનાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા સહીત અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગત...

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલ ડૈયા રોડ પર ગત મોડી સાંજનાં કાર ચાલકે ત્રિપલ સવારીમાં જઈ રહેલા બાઈકને હડફેટે લેતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતા સહીત અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ ગત મોડી સાંજે ગોંડલ થી ડૈયા રોડ પર ડૈયેશ્રવર મહાદેવ મંદિર પાસે ત્રીપલ સવારીમાં બાઈક પર ગોંડલથી ડૈયા જઇ રહેલા સુરેશભાઈ રમશુભાઇ ભુરીયા તેના પિતા રમશુભાઇ તથા ભરતભાઇ ઠાકોરને પુરપાટ ધસી આવેલા કાર ચાલકે હડફેટે લેતા બાઇક સહિત ત્રણેય ફંગોળાયા હતા. જેમાં ગંભીર ઇજાને કારણે સુરેશભાઈનું ઘટનાં સ્થળે મોત નિપજ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે જયારે રમશુભાઇ તથા ભરતભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બાઈક મૃતક સુરેશભાઈના પિતા રમશુભાઇ ચલાવતા હતા. અકસ્માત થતા પિતાની નજર સામે પુત્રનું મોત નિપજયું હતું.

સુરેશભાઈ તેના પરિવાર સાથે પચ્ચીસ દિવસથી પ્રકાશભાઈ શિયારાની વાડીએ ખેતમજુરીનાં કામે લાગ્યા હતા. સંતાનમાં ત્રણ બાળકો હોવાનું જાણવા મળેલ હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો - Gondal: ખેડૂતો નીચા ભાવે ડુંગળી વહેંચવા બન્યા મજબૂર

Tags :
Accidentaccident newsbikecarGondalGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwana
Next Article