ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ : ગોમટા નજીકના નવાગામે રોટાવેટરમાં આવી જવાથી એકના એક પુત્રનું કમકમાટીભર્યુ મોત

ગોંડલ તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખેતરમાં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા. ત્યારે પાછળથી રોટાવેટરમાં ચડેલા પુત્રનો પગ લપસતા રોટાવેટરમાં આવી જતા પિતાની નજર સામે તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક પરીવારમાં એકનો એક પુત્ર હતો. રોટાવેટર પર ચડવા જતા તેનો...
11:19 PM Jun 02, 2023 IST | Dhruv Parmar
ગોંડલ તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખેતરમાં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા. ત્યારે પાછળથી રોટાવેટરમાં ચડેલા પુત્રનો પગ લપસતા રોટાવેટરમાં આવી જતા પિતાની નજર સામે તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક પરીવારમાં એકનો એક પુત્ર હતો. રોટાવેટર પર ચડવા જતા તેનો...

ગોંડલ તાલુકાના નવાગામની સીમમાં આવેલા ખેતરમાં પિતા રોટાવેટર ચલાવી રહ્યા હતા. ત્યારે પાછળથી રોટાવેટરમાં ચડેલા પુત્રનો પગ લપસતા રોટાવેટરમાં આવી જતા પિતાની નજર સામે તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. મૃતક પરીવારમાં એકનો એક પુત્ર હતો.

રોટાવેટર પર ચડવા જતા તેનો પગ લપસતા ઘટના બની

ગોંડલ ગોમટા નજીક આવેલા નવાગામમાં રહેતા દિનેશભાઈ રૈયાણી સાંજના સુમારે પોતાનાં ખેતરે ટ્રેક્ટર પાછળ રોટાવેટર ફેરવી રહ્યાં હતા. ત્યારે તેમના 13 વર્ષના પુત્ર શ્યામ પાછળથી રોટાવેટર પર ચડવા જતા તેનો પગ લપસતા રોટાવેટરમાં ખાબકતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. નજર સામે જ પુત્રનું મોત નિપજતાં દિનેશભાઈ હતપ્રત બન્યા હતા. બનાવ બાદ શ્યામના મૃતદેહને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. દિનેશભાઈને સંતાનમાં બે પુત્રીઓ તથા શ્યામ એકનો એક પુત્ર હતો. બનાવને પગલે નવાગામમાં અરેરાટી ફેલાઇ હતી.

અહેવાલ : વિશ્વાસ ભોજાની,  ગોંડલ

આ પણ વાંચો : ગાંધીધામની આંગડિયા પેઢીમાં થયેલી 1.05 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી

Tags :
Gomta villageGondalGujaratrotavator
Next Article