ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GONDAL : માર્કેટિંગ યાર્ડમાં માવઠાની અગાહીને પગલે ડુંગળી, ધાણા અને લસણ સહિતની જણસીની આવક બંધ કરવામાં આવી

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવક થી ઉભરાતું હોય છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ કરેલ માવઠાની અગાહીને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને પોતાની જણસી તાલપત્રી અથવા...
12:55 PM Nov 24, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી  સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવક થી ઉભરાતું હોય છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ કરેલ માવઠાની અગાહીને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને પોતાની જણસી તાલપત્રી અથવા...
અહેવાલ - વિશ્વાસ ભોજાણી 
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવક થી ઉભરાતું હોય છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ કરેલ માવઠાની અગાહીને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને પોતાની જણસી તાલપત્રી અથવા પ્લાસ્ટિક થી ઢાંકીને લાવવા માટે અપીલ કરવામાં આવી.
વરસાદની અગાહીને પગલે જણસીની આવક બંધ કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની અગાહીને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળી - ધાણા - લસણ - મરચા સહિતની જણસીની આવક સદંતર બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસીને લઈને આવવું નહિં તેવી જાહેરાત કરવામાં આવી છે.
વરસાદની આગાહી વચ્ચે આજરોજ વિવિધ જણસીની આવક નોંધાઈ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ વિવિધ જણસીની આવક નોંધાવા પામી હતી. જેમાં સૌથી વધુ ડુંગળીની અંદાજે 30 થી 32 હજાર કટ્ટાની અવક થવા પામી હતી. તેમજ મરચાની 8 હજાર ભારી, મગફળીની 20 હજાર ગુણી, ધાણાની 10 હજાર ગુણીની આવક થવા પામી હતી. વરસાદની આગાહીને પગલે ખેડૂતો તેમજ વેપારીઓનો માલ પલળે નહિ જેને લઈને તમામ જણસીને યાર્ડના વિશાળ ડોમ નીચે રાખવા આવી છે.
વરસાદની અગાહીને પગલે ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે - સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાની જણસી લઈને અહીં વેચવા આવતા હોય છે, જેનું મુખ્ય કારણ એ ખેડૂતોને પોતાની જણસીનો પુરતો ભાવ મળી રહે તેમજ યાર્ડ કર્મચારીઓ દ્વારા જણસી લઈને આવતા ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તેને લઈને દિવસ રાત ખડે પગે રહે છે. હાલ 3 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદની અગાહીને પગલે ખેડૂતો પોતાનો માલ તાલપત્રી તેમજ પ્લાસ્ટિક થી ઢાંકીને લઈને આવવું  તેમજ વેપારીઓએ ખરીદેલ માલ વરસાદમાં પલળે નહિ તેવી રીતે ઢાંકી રાખવી તેમજ ડુંગળી - લસણ - મરચા - ધાણા સહિતની આવક બંધ કરવામાં આવેલ હોય જ્યાં સુધી યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ સત્તાવાર જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ પોતાની જણસી લઈને આવવું નહિ તેવી અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- Gujarat Police : TRB જવાનો બદલવાથી ભ્રષ્ટાચાર બંધ થશે ?
Tags :
incomeMarketing YardOnionSupply
Next Article