ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondalના રીબડા પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરનાર મુખ્ય આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ પૂછપરછમાં થશે અનેક ખુલાસા

Gondal તાલુકાના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા ના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગ ઘટનાના મુખ્ય સૂત્રધારના કોર્ટે 4 દિવસના જામીન કર્યા મંજૂર
11:25 PM Aug 20, 2025 IST | Mustak Malek
Gondal તાલુકાના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા ના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગ ઘટનાના મુખ્ય સૂત્રધારના કોર્ટે 4 દિવસના જામીન કર્યા મંજૂર
Gondal.......

ગોંડલ તાલુકાના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા ના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલા ફાયરિંગ ઘટનાના મુખ્ય સૂત્રધારનો ગોંડલ તાલુકા પોલીસે કબ્જો લઈ રીમાન્ડ અર્થે કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા

 Gondal પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા

નોંઘનીય છે કે રીબડા માં થયેલા ચકચારી ફાયરિંગ મામલે ગોંડલ તાલુકા પોલીસે મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહનો કબ્જો લઈ રિમાન્ડ અર્થે કોર્ટમા રજૂ કરતાં કોર્ટે આગામી તારીખ ૨૫ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 4 દિવસના પોલીસ રિમાન્ડ આરોપીના મંજૂર થતા હવે આ કેસના અનેક ખુલાસો સામે આવશે.

Gondal રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરી હતી

ગત ૨૪ જુલાઈ ની રાત્રે રીબડા ગામે આવેલ પેટ્રોલ પંપ ઉપર બે બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરતાં સનસનાટી મચી જવા પામી હતી જેનો મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિએ તેણેજ ફાયરિંગ કરાવ્યું હોવાનું કબુલ્યું હતું બાદમાં પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જે પૈકીના ચાર આરોપી ને પકડી પાડયા હતા અને મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહને કોચીથી SMC ટીમે ઝડપી પાડી પ્રથમ ગુનો સુરતમાં નોંધાયો હોય સુરત પોલીસે કબ્જો લઈ અને તપાસના અંતે લાજપોર જેલ હવાલે કર્યો હતો.ગોંડલ તાલુકા પોલીસે મોડી રાત્રે કબ્જો લઈ ગોંડલ કોર્ટે સમક્ષ રીમાન્ડ માંગણી સાથે રજૂ કરતાં નામદારે આગામી તારીખ ૨૫ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા રીમાન્ડ દરમિયાન ઝડપાયેલા ચાર માણસો ખરેખર કોણ હતા તેમજ મદદગારી કરનાર ના નામોનો ખુલાસો થશે..

આ પણ વાંચો:   સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલિંગનો નવો ટ્રેન્ડ : DRIએ બેંગકોકથી આવેલા યુવકને ₹14 કરોડના હાઈડ્રોપોનિક ગાંજા સાથે ઝડપ્યો

Tags :
Firing case at Gondal Ribada petrol pumpGondalgondal newsGujarat FirstMain accused Hardik Singh
Next Article