ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખના બાયોડીઝલ સહિત સીલ મારેલી ટાંકીની ચોરી

ગોંડલમાં બાયોડીઝલનાં બે નંબરી કારોબાર પર રેડ પાડી મોટા પ્રમાણમાં જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઝડપી પાડ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સીલ કરેલ બાયોડીઝલની સીલ મારેલ ટાંકી સહિતનાં મુદ્દામાલની ચોરી થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
12:48 AM Mar 20, 2025 IST | Vishal Khamar
ગોંડલમાં બાયોડીઝલનાં બે નંબરી કારોબાર પર રેડ પાડી મોટા પ્રમાણમાં જથ્થો વહીવટી તંત્ર દ્વારા ઝડપી પાડ્યો હતો. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સીલ કરેલ બાયોડીઝલની સીલ મારેલ ટાંકી સહિતનાં મુદ્દામાલની ચોરી થતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
GONDAL NEWS fIRST GUJART

ગોંડલમાં ઉમવાડા ચોકડી નજીક ફોલ્ડીંગ દિવાલ વાળા કમ્પાઉન્ડમાંથી ગાંધીનગરની ટીમે પકડેલ 21.75 લાખનાં બાયોડીઝલની સીલ મારેલી ટાંકી સહિત ચોરી થતા આ અંગે મામલતદારે બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો.

ગાંધીનગરની ટીમ દ્વારા જથ્થો સીલ કરાયો હતો

ફરિયાદમાં ગોંડલ મામલતદાર દીપકભાઈ દીનકરરાય ભટ્ટએ જણાવ્યા મુજબ, તા-27/4/2024 રોજ નાયબ નીયામક (પેટ્રોલી યમ) તથા મદદનીશ નિયામક (ફેરણી), અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ ગાંધીનગરની ટીમ દ્વારા ચેકિંગ કરતા ગોંડલ ઉમવાડા ચોકડી પાસે શિવ ગાંઠીયા રથની પાછળ નેશનલ હાઇવે નંબર-27 ગોંડલ ખાતે સીમેન્ટના બ્લોકની ફોલ્ડીંગ દિવાલથી ઘેરાયેલા બંધ દરવાજા વાળા કમ્પાઉન્ડમાં બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલીયમ જવલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. આ ભેળસેળ યુક્ત ઇંધણ ટ્રાન્સપોર્ટેશનમાં ફયુલ તરીકે ભરી આપી વેચાણ કરાતું હતું. દરોડો પાડતા કમ્પાઉન્ડની પાછળના ભાગમાં લોખંડની પતરાવાળા શટરની ડાબી બાજુમાં રાજ ખોડલ ટ્રેડ નામનુ બોર્ડ લગાવેલ હતું. બોર્ડમાં હરપાલસિંહ અને યુવરાજસિંહ એમ બે નામ અને તેમના ફોન નંબર લખેલ હતા.

આ પણ વાંચોઃ Kajal Hindustani : સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીની ઓનલાઈન ફરિયાદથી ખળભળાટ!

4 ટાંકીઓ સીલ કરાઈ હતી

ગાંધીનગરની ટીમ દ્વારા ફોન કરતા બંને ઇસમોએ ફોન ઉપાડેલ નહીં. અને બન્ને ઇસમો મળી આવેલ નહી. ટીમ દ્વારા ત્યાંથી 4 ટાંકીમાં જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી આશરે 29,000 લીટર જેની કિ.રૂ. 21,75,000 ગણી 4 ટાંકીઓ સીલ કરાઈ હતી. દરમિયાન તંત્ર દ્વારા આ સ્થળે તપાસ કરાતા સીલ તોડી ચારેય ટાંકીઓ તથા બાયોડીઝલના જથ્થાની ચોરી થઈ હોય આ અંગે આઈ.પી.સી. કલમ 285,286,462,379 તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3, 7, તથા પેટ્રોલીયમ એકટ 23(1)એ, (2) મુજબ ગુનો નોંધાયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad : અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ પરપ્રાંતિય આગેવાનોની યોજાઈ, ધારાસભ્યોનાં નિવેદન બાબતે રજૂઆત ૅ

Tags :
Biodiesel theftFirst GujaratFirst Gujarat Newsgondal newsGondal PoliceSeal Biodiesel
Next Article