ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ સેશન્સ કોર્ટે સગીરા પર બળાત્કાર કરનાર શખ્સને ફટકારી 20 વર્ષ કેદની સજા

ગોંડલ પંથકની સગીરા પર બળાત્કાર કરનાર શખ્સને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત
10:37 PM Jul 30, 2025 IST | Mujahid Tunvar
ગોંડલ પંથકની સગીરા પર બળાત્કાર કરનાર શખ્સને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત

ગોંડલ પંથક માં સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સ ને સેશન્સ કોર્ટ દ્વાર 20 વર્ષ ની કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો  છે.

આ કેસની ટુંક વિગત મુજબ સગીરાનાં પિતાએ તાલુકા પોલીસ માં ગત તા. 30/12/23 નાં ફરિયાદ કરી જણાવેલ કે ભોગ બનનાર બનાવના દિવસે ઘરે એકલી હોય અને ફરીયાદી તથા તેની પત્નિ બહાર ગામ ગયેલ હતા ત્યારે ભોગ બનનાર દિકરી ઘરે જોવા મળેલ નહી અને આજુ બાજુમાં તપાસ કરેલ પરંતુ ભોગ બનનાર દિકરી મળી આવેલ નહી ત્યારબાદ રાત્રીના ભોગ બનનારના પિતા ઉપર અજાણ્યા નંબરથી ફોન આવતા ફરીયાદીએ વાત કરેલ અને તઓએ કહેલ કે હું અમદાવાદથી રીક્ષાવાળો બોલુ છું તેવી ઓળખાણ આપેલ અને જણાવેલ કે તમારી દિકરી અમદાવાદ આવતી રહેલ છે. તેવી વાત થતા સગીરા સાથે પિતાએ વાત કરેલ હતી.

તે પછી ભોગ બનનારને તેના પિતા ઘરે લઈ આવેલ અને અમદાવાદ જવા બાબતે તેની સાથે વાતચીત કરતા ભોગ બનનારે જણાવેલ કે આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રાએ પ્રેમ જાળમાં ફસાવી તેમના ઘરે બોલાવી સગીરા સાથે દર્શીલે શરીર સબંધ બાંધેલ હતો. તેમજ સગીરાને આરોપીએ એનકેન પ્રકારે ધમકી આપી અનેકવાર ભોગ બનનાર સાથે શરીર સબંધ બાંધેલ આવી વાત ભોગ બનનારે તેના પિતાને કરી હતી.

જેથી ભોગ બનનારના પિતાએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશમાં આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રા સામે પોલીસ ફરીયાદ કરી હતી. પોલીસે આઈ.પી.સી.કલમ-376 તથા પોકસો એક્ટનો ગુન્હો દાખલ કરી આ ગુન્હાની તપાસ જે.એમ.ઝાલાએ કરેલ અને આરોપી દશીલ સંજયભાઈ દુધાત્રાની ધરપકડ કરેલ અને નામદાર કોર્ટમાં પોલીસ તપાસના અંતે ચાર્જશીટ કરાયુ હતુ.

સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તથા તેના માતા-પિતાની જુબાની ધ્યાને લઈ તથા સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી આરોપી દર્શીલ સંજયભાઈ દુધાત્રાને સેશન્સ જજશ્રી એમ.એ.ભટ્ટી સાહેબે 20 વર્ષની કેદની સજા ફરમાવેલ છે.

અહેવાલ: વિશ્વાસ ભોજાણી, રાજકોટ

આ પણ વાંચો- ઇડર તાલુકામાં ધાર્મિક સ્થાનોના દબાણ મુદ્દે વિવાદ

Tags :
Gondal Sessions Court
Next Article