ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ તાલુકા PSI સસ્પેન્ડ: ફરિયાદ મોડી લેતા IG યાદવ દ્વારા સસ્પેન્સની સજા

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા કારખાનામા ડીઝાઇનીંગ ડેટાની થયેલી ચોરીની ઘટનામાં ફરિયાદ લેવામાં તાલુકા પોલીસ દ્વારા ઢીલાશ દાખવાઇ હોય આ અંગે રેન્જ આઈજી સુધી રજુઆત થઈ હોય આઇજી દ્વારા તાલુકા PSI મહીપાલસિહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ તેમનો ચાર્જ...
07:44 PM May 11, 2023 IST | Viral Joshi
ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા કારખાનામા ડીઝાઇનીંગ ડેટાની થયેલી ચોરીની ઘટનામાં ફરિયાદ લેવામાં તાલુકા પોલીસ દ્વારા ઢીલાશ દાખવાઇ હોય આ અંગે રેન્જ આઈજી સુધી રજુઆત થઈ હોય આઇજી દ્વારા તાલુકા PSI મહીપાલસિહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ તેમનો ચાર્જ...

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા કારખાનામા ડીઝાઇનીંગ ડેટાની થયેલી ચોરીની ઘટનામાં ફરિયાદ લેવામાં તાલુકા પોલીસ દ્વારા ઢીલાશ દાખવાઇ હોય આ અંગે રેન્જ આઈજી સુધી રજુઆત થઈ હોય આઇજી દ્વારા તાલુકા PSI મહીપાલસિહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ તેમનો ચાર્જ PSI ડી.પી.ઝાલા ને સોંપાયો છે.

મળી રહેલી વિગતો અનુસાર ગોંડલ તાલુકા પોલીસ મથકે ખંડણીની માંગણીમાં કારખાનેદાર યુવકને મારમાર્યોની ઘટનાથી ભારે ચકચાર મચી હતી ત્યારે ફરિયાદ લેવામાં ઢીલ રાખનાર ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ મહિપાલસિંહ ઝાલાને રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે.

રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સરપ્રાઈઝ વિઝીટમાં હતા તે દરમિયાન ભોજપરા ગામે જતા અત્રે તેઓને પીએસઆઈ વિરૂદ્ધ રજૂઆત મળી હતી. જે પછી સસ્પેન્ડનો ઓર્ડર થયો હતો. જો કે, આવી ચર્ચા વચ્ચે રેન્જ આઈજીએ સસ્પેન્ડ કરી કડક વલણ દાખવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : GONDAL : વેપારીએ બાકીના પૈસાની ઉઘરાણી કરતા ફાયરિંગ

Tags :
Crime NewsGondalGujarat PolicePSIRAJKOTSuspended
Next Article