Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gondal : માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ, જાણો કેટલા બોલાયા ભાવ?

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક થવા પામી હતી. યાર્ડના મેદાનમાં 2000 થી વધુ વાહનોનાં થપ્પા લાગી જવા પામ્યા હતા. ગત રાત્રીના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. આજરોજ યાર્ડમાં અંદાજે 1 લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂ.100 થી રૂ.500 સુધીનો ભાવ બોલાયો હતો.
gondal   માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ  જાણો કેટલા બોલાયા ભાવ
Advertisement
  1. Gondal માર્કેટિંગ યાર્ડમાં ફરી ધમધમતું થયું
  2. ડુંગળીની મબલખ આવક નોંધાઈ
  3. હરાજીમાં રૂ. 100 થી રૂ.500 સુધીનો ભાવ બોલાયો

Rajkot : સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતોનું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની સિઝનની સૌથી મોટી આવક થવા પામી હતી. યાર્ડના મેદાનમાં 2000 થી વધુ વાહનોનાં થપ્પા લાગી જવા પામ્યા હતા. ગત રાત્રીના ડુંગળીની આવક શરૂ કરવામાં આવી હતી. આજરોજ યાર્ડમાં અંદાજે 1 લાખ કરતા વધુ કટ્ટાની આવક થવા પામી હતી. યાર્ડ દ્વારા નવી ખરીદ કરાયેલ જમીનમાં ડુંગળીની જણસી ઉતારવામાં આવી હતી. ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 100 થી રૂ.500 સુધીનો ભાવ બોલાયો હતો.

આ પણ વાંચો - Lionel Messi in India : દિગ્ગજ ફુટબોલર લિયોનેલ મેસ્સી જામનગરમાં, જાણો આવતીકાલનો કાર્યક્રમ!

Advertisement

Advertisement

અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા Gondal Marketing Yard પહોંચ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. જેને લઈને આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Adani પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે કથામંડપ ટૂંકું પડ્યું

અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો માલ વેચવા અહીં આવે છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની આવક થી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પોહચે છે તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.

આ પણ વાંચો - Gujarat: પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવતાં પિતા-પુત્રની ધરપકડ, જાણો મોરારીબાપુએ શું કહ્યું?

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Tags :
Advertisement

.

×