GONDAL : ગોંડલમાં અપમૃત્યુની બે અમંગળ ઘટના, વાંચો સમગ્ર અહેવાલ
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ ગોંડલ પંથકમાં અપમૃત્યુની બે ઘટના સામે આવી છે. ગોંડલના નાગડકા રોડ પર આવેલી રમેશભાઈ વાડોદરીયાની બાજુમા આવેલા ચેકડેમમા નહાવા પડેલા શ્યામ સુરેશભાઈ સિંગર આદિવાસી ઉ.૧૦ નુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. મુળ ધાર જીલ્લાના બલવારી...
10:33 PM Nov 01, 2023 IST
|
Harsh Bhatt
અહેવાલ – વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ પંથકમાં અપમૃત્યુની બે ઘટના સામે આવી છે. ગોંડલના નાગડકા રોડ પર આવેલી રમેશભાઈ વાડોદરીયાની બાજુમા આવેલા ચેકડેમમા નહાવા પડેલા શ્યામ સુરેશભાઈ સિંગર આદિવાસી ઉ.૧૦ નુ ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. મુળ ધાર જીલ્લાના બલવારી તાલુકાના વિરપુરના વતની સુરેશભાઈ સિંગરનો પરીવાર રમેશભાઈની વાડીમાં રહી ખેતમજુરી કરે છે. સાંજે પાંચ વાગે શ્યામ ચેકડે મા નહાવા પડયો હતો અને ડુબવા લાગ્યો હતો. તેનો બચાવ થાય તે પહેલા તેનુ મોત નિપજ્યુ હતુ.
બીજા બનાવમા સરધાર રહેતી શિલ્પા ભરતભાઇ સોલંકી (ઉ.૨૨) સવારનાં સુમારે વાડીએ આવેલા તેના ઘરે ઝેરી દવા પી લેતા તેનુ મોત નિપજ્યુ હતુ. શિલ્પાબેનના લગ્ન નવ માસ પહેલા થયા હતા. સાસરે જેઠ સાથે બોલાચાલી થતા તેણી માવતર હતી.તેના પિતા ભરતભાઇના જણાવ્યા મુજબ ગત રાતે તેના સાસરે થી ફોન આવ્યા બાદ શિલ્પાબેન અપસેટ બન્યા હતા, અને આજે સવારે ઝેર પી આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો -- 20 વર્ષે ઝડપાયો આ વોન્ટેડ આરોપી, રાજસ્થાનના જુદા જુદા ગામમાં વેશ બદલીને છુપાતો હતો ભેજાબાજ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Next Article