ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલના સ્વપ્નદ્ષ્ટા મહારાજા ભગવતસિહની ૧૫૮ મી જન્મજયંતિ ઉજવાઇ, વાંચો અહેવાલ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલના સંસ્કૃતી સર્જક અને સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિહજીની ૧૫૮ મી જન્મજયંતિની નગરપાલીકા તથા નગરજનો દ્વારા માનભેર ઉજવણી કરાઇ હતી. કોલેજ ચોક ભગવત ગાર્ડન ખાતે મહારાજા ભગવતસિહની પ્રતિમાને વર્તમાન રાજવી હિમાંશુસિંહજી, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન...
02:45 PM Oct 24, 2023 IST | Harsh Bhatt
અહેવાલ - વિશ્વાસ ભોજાણી  ગોંડલના સંસ્કૃતી સર્જક અને સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિહજીની ૧૫૮ મી જન્મજયંતિની નગરપાલીકા તથા નગરજનો દ્વારા માનભેર ઉજવણી કરાઇ હતી. કોલેજ ચોક ભગવત ગાર્ડન ખાતે મહારાજા ભગવતસિહની પ્રતિમાને વર્તમાન રાજવી હિમાંશુસિંહજી, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન...

અહેવાલ - વિશ્વાસ ભોજાણી 

ગોંડલના સંસ્કૃતી સર્જક અને સ્વપ્નદ્ર્ષ્ટા રાજવી સર ભગવતસિહજીની ૧૫૮ મી જન્મજયંતિની નગરપાલીકા તથા નગરજનો દ્વારા માનભેર ઉજવણી કરાઇ હતી. કોલેજ ચોક ભગવત ગાર્ડન ખાતે મહારાજા ભગવતસિહની પ્રતિમાને વર્તમાન રાજવી હિમાંશુસિંહજી, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, ઉપપ્રમુખ કાન્તાબેન સાટોડીયા, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરીક બેંક ચેરમેન અશોકભાઈ પીપળીયા, શહેર ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા, મહામંત્રી અશોકભાઈ પરડવા, પુર્વ પ્રમુખ ચંદુભાઇ દુધાત,બાગબગીચા કમિટીના ચેરમેન રંજનબેન પીપળીયા, પાલીકા સદસ્યો અનિલભાઈ માધડ, મનીષભાઈ રૈયાણી, નિલેશભાઈ પરમાર, રમેશભાઈ સોંદરવા, અનિતાબેન રાજ્યગુરુ, કોંગ્રેસી આગેવાન યતિષભાઈ દેસાઈ વગેરે ઉપરાંત ઉદ્યોગપતિ લક્ષ્મણભાઇ પટેલ,વેપારી મહામંડળનાં નલીનભાઇ જડીયા,આબેદીનભાઈ હીરાણી,ગૌસેવક જયકરભાઇ જીવરાજાની ,શિક્ષકસંઘના જયપાલસિંહ, યતિનભાઇ સાવલીયા, નિર્મળસિહ ઝાલા, જી એમ.જાડેજા સહિતના નગરજનો દ્વારા ઉપસ્થિત રહી ભાવ વંદના કરાઇ હતી.

ભાવિનભાઈ માંડલીયાએ સર ભગવતસિહની વેશભુષા સાથે અભિનય રજુ કર્યો હતો. લોકસાહીત્યકાર હરદેવભાઇ આહિરે આગવી શૈલીમાં સર ભગવતનાં સંભારણાં રજુ કર્યા હતા. શહેરમાં સ્વચ્છતા અંગે સરાહનીય કાર્ય કરી રહેલી સેનિટેશન વિભાગના ચેરમેન અનિલભાઈ માધડ, કેતન મકવાણા તથા ચિરાગ શિયારા સહિત ટીમનુ રાજવી હિમાંશુસિહજીના હસ્તે શિલ્ડ એવોર્ડ અર્પણ કરી બહુમાન કરાયુ હતુ.

આ પણ વાંચો -- Surat: : દશેરાના તહેવારે 2 હજાર ફોર વ્હીલર અને 5 હજાર ટુ વ્હીલરની ખરીદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
GondalGujarat NewskingMAHARAJA
Next Article