Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GONDAL : વોર્ડ નં - 2 માં ફેલાયેલી ગંદકી દૂર કરવા માંગ

GONDAL : ગોંડલ (GONDAL) માં વરસાદની ઋતુ આવતા જ અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ જતી હોય ગોંડલ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીની તો મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ એની પોલ ખુલી જતી હોય છે. ગોંડલ શહેરના વોર્ડ...
gondal   વોર્ડ નં   2 માં ફેલાયેલી ગંદકી દૂર કરવા માંગ
Advertisement

GONDAL : ગોંડલ (GONDAL) માં વરસાદની ઋતુ આવતા જ અનેક સમસ્યાઓ ઉત્પન્ન થઈ જતી હોય ગોંડલ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીની તો મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદમાં જ એની પોલ ખુલી જતી હોય છે. ગોંડલ શહેરના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં સમય રેસીડેન્સી શેરી નંબર એક અને બે વિસ્તારમાં વરસાદના લીધે ઉભરાતી ગટરના લીધે અત્યંત દુર્ગંધ ફેલાતી હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તાત્કાલિક ગંદકી દૂર કરવા માટે ગોંડલ શહેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્રને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

મચ્છર જન્ય રોગો ફેલાશે તો જવાબદારી નગરપાલિકા તંત્ર ની રહેશે

નોંધનીય છે કે આ પહેલા પણ સમય રેસીડેન્સીના લોકો અને યૂથ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી કોઇ કામગીરી થઈ નથી. ગોંડલ શહેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા પત્ર લખી રજૂઆત કરતા જણાવ્યું છે કે ચોમાસામાં ભરપૂર વરસાદના કારણે અત્યંત દુર્ગંધ મારતી ગટરો ઉભરાઈને રસ્તાઓ ઉપર ગંદકી ફેલાઈ રહી છે. વોર્ડ નંબર 2 ની સમય રેસીડેન્સીમા આ ગંદકીના કારણે માણસો બીમાર પડી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ભરડો ફેલાતો હોય અમારી સોસાયટીમાં કોઈપણ બાળકને ચાંદીપુરા વાયરસ, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા મચ્છર જન્ય રોગો વાયરસથી ફેલાશે તો તેની તમામ જવાબદારી ચીફ ઓફિસર સાહેબની રહેશે તથા નગરપાલિકાના પ્રમુખ અને તથા કારોબારી ચેરમેન વગેરેની જવાબદારી તેમની રહેશે.

Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

આ પણ વાંચો -- Harshad Bhojak : લાંચિયા આસિ. TDO ના ઘરે મોડી રાત સુધી ACB નું સર્ચ, લાખોનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.

×