Gondal: ડૉક્ટર વિના હોસ્પિટલ શું કામની? દવા કરાવવા આવ્યા તો ખબર પડી કે, ‘સાહેબ તો છે જ નહીં’
- સરકારી હોસ્પિટલના ડૉક્ટરો ઉતરી ગયા છે રજા પર
- એક વ્યક્તિનો મૃહદેહ 5 થી 6 દિવસ સુધી રઝળ્યો
- હોસ્પિટલનું તંત્ર ધણી ધોરી વગરનું થઈ જવા પામ્યું
Gondal: ગોંડલ શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 150 બેડ ધરાવતી અધ્યતન હોસ્પિટલનું નિર્માણ ગોંડલ (Gondal) ખાતે કરી આપવામાં આવ્યું છે, તેમ છતાં પણ અહીં કોઈ ધણી ધોરીના હોય દર્દીઓની હાલત કફોડી થઈ રહી છે. ગોંડલ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે સેવાના પર્યાય બનેલ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ માધડ દ્વારા આરોગ્ય મંત્રી ગાંધીનગર, અધિક નિયામક ગાંધીનગર તેમજ આર ડી ડી સહિત ઉચ્ચ કક્ષાએ ટેલીફોનિક રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે, સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી ગોંડલ (Gondal) ખાતે અધ્યતન હોસ્પિટલ નું નિર્માણ કરી આપ્યું છે પરંતુ અહીંની હોસ્પિટલમાં મોટાભાગના તબીબો હાજર રહેતા જ નથી.
આ પણ વાંચો: 1,886 લોકો બન્યા સાયબર ક્રાઇમનો ભોગ, પોલીસે અરજદારોને 2 કરોડથી વધુની રકમ પરત અપાવી
અનેક ડોક્ટરો ઉતરી ગયા છે રજા પર!
વર્તમાનની જ વાત કરવામાં આવે તો ઇન્ચાર્જ અધિક્ષક માંદગી સબબ રજા ઉપર છે, જનરલ સર્જન સીક રજા ઉપર છે, પીડિયાટ્રીશીયન ડોક્ટર માલા 15 દિવસની રજા ઉપર છે, ડર્મોટોલોજિસ્ટ ડોક્ટર હિરલ પટેલ ડેપ્યુટેશન પર છે. તેમજ દંત સર્જન ડોક્ટર એકતા અગ્રાવત 89 દિવસની રજા ઉપર છે. આ ઉપરાંત આંખ, કાન- નાક ગળા, દાત અને ગાયનેક ડોક્ટર તો છે જ નહીં. અત્યારે હોસ્પિટલનું તંત્ર ધણી ધોરી વગરનું થઈ જવા પામ્યું છે.
આ પણ વાંચો: Surat: ભોળી જનતાને લૂંટતો વધુ એક વહીવટદાર ઝડપાયો, માંગી હતી 42,500 ની લાંચ
એક વ્યક્તિનો મૃહદેહ 5 દિવસ સુધી રઝળ્યો
રજૂઆત કરતા દિનેશભાઈ માધડે વધુમાં જણાવ્યું હતું કે, એક અજાણ્યા પુરુષના મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો પરંતુ ત્યાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોય તંત્ર મોતનો મલાજો જાળવી શક્યું ન હતું અને પાંચ થી છ દિવસ સુધી મૃતદેહ જેમનો તેમ પડ્યો રહેતા અને તેમાં ઇયળો થઈ જવા પામી હતી. આ ઉપરાંત ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી શ્રમિક મહિલાઓ પ્રશ્નો તેની પીડા સાથે હોસ્પિટલે આવતી હોય છે ત્યારે તેમને તબીબો હાજર નથી. બ્લડ સ્ટોરેજમાં નથી તેવું જણાવી રીફર કરી દેવામાં આવે છે અને કેટલીક પ્રસુતાઓ તો માત્ર હોસ્પિટલથી 500, 700 મીટર મહિલા જાય છે, ત્યાં જ તેને એમ્બ્યુલન્સમાં ડિલેવરી થઈ જાય છે તેવા અનેક કિસ્સાઓ બન્યા છે.
આ પણ વાંચો: Gujarat: હવે લાંચ લીધી તો ગયા સમજો! આવી રહ્યું છે નવું બીલ?
હોસ્પિટલના નામે માત્ર બિલ્ડીંગ હોવાનો અનુભવ
પ્રસુતિ માટે આવતી મહિલાઓને રક્તની વધુ પડતી જરૂર રહેતી હોય છે. આ માટે લાખો રૂપિયાના ખર્ચે બ્લડ સ્ટોરેજ હોસ્પિટલ ખાતે ઊભું કરવામાં આવ્યું છે પરંતુ ત્યાં એક પણ રક્તની બોટલ સ્ટોર રાખવામાં આવતી નથી. આ બ્લડ સ્ટોરેજ માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જવા પામ્યો છે. પરિણામે પ્રસુતિની પીડા વેઠતી મહિલાને ફરજિયાત રિફર કરી દેવામાં આવે છે.
ચાર મહિનામાં સવાસો પ્રસ્તુતાને રિફર કરવામાં આવી
ગોંડલ (Gondal)ના સરકારી દવાખાને ગાયનેક વિભાગની વાત કરીએ તો ગત ચાર મહિનામાં 124 પ્રસ્તુતાઓને રિફર કરી દેવામાં આવી હતી. જ્યારે તબીબનો અભાવ હોવા છતાં પણ એપ્રિલ, મે, જૂન અને જુલાઈ એમ ચાર માસમાં મળીને 266 મહિલાઓને ડિલિવરી કરાવવામાં આવી હતી. આ જગ્યાએ જો કાયમી ગાયનેક તબીબની નિમણૂક કરવામાં આવે તો પ્રસૂતા મહિલા ઓનાં જીવ નું જોખમ ટાળી શકાય તેમ છે.