Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલની દીકરી ઇન્ટરનેશનલ ઓલમ્પિકમાં ચમકી, શૂટિંગમાં ગોલ્ડ જીતી સર્જ્યો વિક્રમ

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ   સામાન્ય રીતે દીકરીઓ કોમ્પ્યુટર વર્લ્ડ અથવા તો ડોક્ટર એન્જિનિયર સહિતની ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવતી હોય છે. પરંતુ, ગોંડલની એક વિદ્યાર્થીની એ હાથમાં રાઇફલ ઉપાડીને ગોંડલ તેમજ દેશને ગૌરવ અપાવ્યું છે. ગોંડલની જેનિશા ગોધાણીએ રાયફલ શૂટિંગમાં...
ગોંડલની દીકરી ઇન્ટરનેશનલ ઓલમ્પિકમાં ચમકી  શૂટિંગમાં ગોલ્ડ જીતી સર્જ્યો વિક્રમ
Advertisement

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ  

સામાન્ય રીતે દીકરીઓ કોમ્પ્યુટર વર્લ્ડ અથવા તો ડોક્ટર એન્જિનિયર સહિતની ફિલ્ડમાં પોતાની કારકિર્દી બનાવતી હોય છે. પરંતુ, ગોંડલની એક વિદ્યાર્થીની એ હાથમાં રાઇફલ ઉપાડીને ગોંડલ તેમજ દેશને ગૌરવ અપાવ્યું છે. ગોંડલની જેનિશા ગોધાણીએ રાયફલ શૂટિંગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેણે 60 રાઉન્ડમાં 160 મીટરની રેન્જમાં 40 ગોળીનું નિશાન મારી ભારતનું નામ રોશન કર્યું છે.

Advertisement

રાઇફલ શૂટિંગ ઓલમ્પિકમાં ભારતમાં પ્રથમ સ્થાન

Advertisement

ગોંડલની સહજાનંદ કોલેજમાં બી.કોમનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેનીશા પરેશભાઈ ગોધણીએ રાઇફલ શૂટિંગ ઓલમ્પિકમાં ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 60 રાઉન્ડમાં 160 મીટરની રેન્જમાં 40 ગોળીનું નિશાન મારી ભારતનું નામ રોશન કર્યું છે. આ મેચ દિલ્હી ખાતે યોજાઈ હતી. તારીખ 11 ઓક્ટોબરના રોજ આયોજિત સ્પર્ધામાં 51 દેશે ભાગ લીધો હતો. જેમાં ગોંડલની જેનીશાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાએ દ્વિતીય સ્થાન જયારે ભુતાને તૃતીય સ્થાન મેળવ્યું હતું.

નાના શહેરની દિકરીએ મોટા સપના સાકાર કર્યા 

સામાન્ય રીતે સમાજમાં દીકરીઓના હાથમાં હથિયાર આપતા નથી. શૂટિંગ સહિતની બાબતોમાં હજું પણ ગોંડલ જેવા નાના શહેરની દીકરી પ્રથમ સ્થાન મેળવે તેની કલ્પના પણ થોડા વર્ષો પહેલા મુશ્કેલ હતી. પરંતુ જેનીશાએ આ મિથ તોડી નાખ્યું છે. તેણે સાબિત કર્યું કે જો તક મળે તો નાના શહેરોની દીકરીઓ પણ દેશને મેડલ અપાવવામાં સક્ષમ છે. તો કોઈ દીકરીએ શૂટિંગ જેવી રમતોમાં ભાગ લઈને પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર કાઢવી જોઈએ. નાના શહેરના છોકરોઓ મોટું નામ ન કરી શકે તેવી માન્યતા ગોંડલની જેનીશાએ ખોટી પાડી છે.

ચેમ્પિયનશિપમાં 51 દેશેના ખેલાડીઓએ ભાગ લીધો હતો

જેનીશા ગોંડલની સજાનંદ કોલેજમાં બી કોમમાં અભ્યાસ કરે છે. જેનીશાએ રાઈફલ શૂટિંગમાં પ્રથમ જુનાગઢમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ રાજય કક્ષાની સ્પર્ધામાં અવ્વલ આવી હતી. ઉત્તરાખંડ, ચંદીગઢ અને હાલ દિલ્લી ખાતે પણ ઉત્તમ પ્રદર્શન કરી દેશનું નામ રોશન કર્યું છે. દિલ્હીમાં આયોજિત ચેમ્પિયન શિપમાં 51 દેશેના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જેનીશાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શ્રીલંકાએ બીજું સ્થાન અને ભૂતાને ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.

આ પણ વાંચો -- BOTAD : વ્યાજના વિષચક્રમાં હીરા દલાલે કરી આત્મહત્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×