ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Government Job : મહેસૂલી તલાટીની ભરતી માટે 5.54 લાખ અરજીઓ મળી, જાણો કેટલી થઈ કન્ફર્મ?

મુખ્ય શિક્ષક ભરતીની રાહ જોતા દિવ્યાંગ ઉમેદવારો 13 થી 23 જૂન દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
08:55 PM Jun 11, 2025 IST | Vipul Sen
મુખ્ય શિક્ષક ભરતીની રાહ જોતા દિવ્યાંગ ઉમેદવારો 13 થી 23 જૂન દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
JOB_Gujarat_first
  1. મહેસૂલી તલાટીની ભરતીને લઈને મહત્ત્વના સમાચાર (Government Job)
  2. અત્યાર સુધીમાં કુલ 5.54 લાખ અરજીઓ મળી આવી
  3. બીજી તરફ દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષક ભરતી
  4. ઉમેદવારો 13 થી 23 જૂન દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે

Government Job : મહેસૂલ તલાટીની ભરતીનાં (Revenue Talati Recruitment) ઉમેદવારો અને મુખ્ય શિક્ષક ભરતીની (Head Teacher Recruitment) રાહ જોતા દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. મહેસૂલી તલાટીની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાઈ છે. અત્યાર સુધીમાં કુલ 5.54 લાખ અરજીઓ મળી છે. જ્યારે, બીજી તરફ મુખ્ય શિક્ષક ભરતીની રાહ જોતા દિવ્યાંગ ઉમેદવારો 13 થી 23 જૂન દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

આ પણ વાંચો - Revenue Talati 2025 : હવે 12 જૂન 2025 સુધી મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરી શકાશે

મહેસૂલી તલાટીની ભરતી માટે અત્યાર સુધીમાં 5.54 લાખ અરજીઓ મળી

મહેસૂલ તલાટીની ભરતીને (Revenue Talati Recruitment) લઈ મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર, મહેસૂલી તલાટીની ભરતીમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. અત્યાર સુધીમાં કુલ 5.54 લાખ જેટલી અરજીઓ મળી છે. આ 5.54 લાખ પૈકી 4.40 લાખ જેટલી અરજી કન્ફર્મ થઈ છે. જ્યારે કન્ફર્મ થયેલી અરજીઓ પૈકી 3.81 લાખ અરજીઓની ફી પણ મળી ગઈ છે. અરજી કરવા અને ફી ભરવા માટે અંતિમ દિવસ 13 જૂન મધ્યરાત્રી સુધીનો છે. બીજી તરફ મુખ્ય શિક્ષક ભરતીની (Head Teacher Recruitment) રાહ જોતા દિવ્યાંગ ઉમેદવારો 13 થી 23 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. દિવ્યાગ ઉમેદવારો 24 જૂન સુધીમાં ઓનલાઈન ફી ભરી શકાશે જ્યારે, ઓગસ્ટ 2025 માં ભરતી પરીક્ષા યોજાય તેવી સંભાવના છે.

આ પણ વાંચો - Jamnagar ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઓળખ મળી છે - પૂનમ માડમ

મહેસૂલ તલાટી ભરતીનાં ફોર્મ ભરવાની મર્યાદા લંબાવાઈ

જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 23 મી મે 2025 નાં રોજ મહેસૂલ તલાટી (Revenue Talati) ના કુલ 2389 પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભરતી ફોર્મ (Government Job) ભરવાની શરુઆતની તારીખ 26 મી મે અને છેલ્લી તારીખ 10 મી જૂન હતી. જો કે હવે, ભરતીનાં ફોર્મ ભરવાની મર્યાદા લંબાવીને છેલ્લી તારીખ 12 મી જૂન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Services Selection Board) દ્વારા આ સંદર્ભે આજે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર 12 મી જૂન રાત્રે 11.59 PM સુધી ભરતી ફોર્મ ભરી શકાશે.

આ પણ વાંચો - Ahmedabad : લ્યો બોલો... મનપાની ઓફિસ જ જુગારનો અડ્ડો બની! Video વાઇરલ થતા ચકચાર

Tags :
GSSSBGUJARAT FIRST NEWSGujarat Government JobGujarat Subordinate Services Selection Board announced recruitmentHead Teacher Recruitment for Disabled CandidatesRevenue Talati ApplicationRevenue Talati RecruitmentTop Gujarati News
Next Article