Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

GPSC exam news Gujarat : GPSC પરીક્ષા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા

7 જૂને યોજાનાર GPSC પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધાઓ. લિફ્ટ, વ્હીલચેર, એક્સ્ટ્રા ટાઈમ અને 'દિવ્યાંગ મિત્રો' ની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતી જાણો.
gpsc exam news gujarat   gpsc પરીક્ષા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધા
Advertisement

GPSC exam news Gujarat : 7 જૂને યોજાનાર GPSC પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ સુવિધાઓ. લિફ્ટ, વ્હીલચેર, એક્સ્ટ્રા ટાઈમ અને 'દિવ્યાંગ મિત્રો'(Divyang candidates) ની વ્યવસ્થા અંગે સંપૂર્ણ માહિતી જાણો.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આગામી 7મી જૂન 2026ના રોજ લેવાનારી સામાન્ય અભ્યાસની સંયુક્ત પ્રાથમિક કસોટીમાં દિવ્યાંગ ઉમેદવારો માટે એક અત્યંત સંવેદનશીલ અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યભરમાંથી નોંધાયેલા કુલ 75,487 પરીક્ષાર્થીઓ પૈકી 826 દિવ્યાંગ ઉમેદવારો કોઈપણ અગવડ વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપી શકે તે હેતુથી આયોગ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

Advertisement

GPSC exam news Gujarat : પરીક્ષાની સંક્ષિપ્ત વિગતો

પરીક્ષાની તારીખ: 7 જૂન 2026

Advertisement

સમય: સવારે 11:00 થી બપોરે 02:00

જાહેરાત ક્રમાંક: 3, 4, 5 અને 6/2026-27

કુલ નોંધાયેલા ઉમેદવારો: 75,487

દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા: 826

GPSC exam news Gujarat : દિવ્યાંગ ઉમેદવારો માટે કરાયેલી વિશેષ વ્યવસ્થાઓ

આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારોની સુવિધા માટે નીચે મુજબનાં પગલાં લેવામાં આવ્યાં છે:

અનુકૂળ બેઠક વ્યવસ્થા: દિવ્યાંગ ઉમેદવારોને માત્ર એવા જ કેન્દ્રો ફાળવાયા છે જ્યાં લિફ્ટની સુવિધા હોય અથવા વર્ગખંડ ભોયતળિયે (Ground Floor) આવેલો હોય. લહિયાની પૂર્વ મંજૂરી ધરાવતા ઉમેદવારો માટે અલગ અનામત વર્ગખંડ અને ખાસ નિરીક્ષકની નિમણૂક કરાઈ છે.

વાહન પ્રવેશમાં છૂટછાટ: સામાન્ય નિયમથી વિપરીત, દિવ્યાંગ ઉમેદવારોના ખાનગી વાહનોને પરીક્ષા કેન્દ્રના રેમ્પ સુધી લઈ જવાની ખાસ મંજૂરી આપવામાં આવશે, જેથી તેઓ સરળતાથી પ્રવેશી શકે. (ઉમેદવારને ઉતાર્યા બાદ વાહન કેમ્પસની બહાર પાર્ક કરવાનું રહેશે).

ઉમેદવારોને મદદ કરવા માટે દરેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષક કક્ષાના 2 'દિવ્યાંગ મિત્રો

દિવ્યાંગ મિત્રો' અને વ્હીલચેરની સગવડ: દરેક કેન્દ્ર પર પૂરતી વ્હીલચેર Wheelchairઉપલબ્ધ રહેશે. ઉમેદવારોને મદદ કરવા માટે દરેક કેન્દ્ર પર ખાસ નિરીક્ષક કક્ષાના 2 'દિવ્યાંગ મિત્રો' (1 સ્ત્રી અને 1 પુરુષ) તૈનાત રહેશે, જેઓ ઉમેદવારને તેમની બેઠક સુધી પહોંચાડવામાં મદદ કરશે. જરૂર પડ્યે અન્ય સ્ટાફની પણ મદદ લઈ શકાશે.

કેલિપર્સ સાથે પ્રવેશ: હાથ કે પગમાં કેલિપર્સ પહેરતા ઉમેદવારોને સઘન સુરક્ષા ચકાસણી બાદ તેને પહેરીને જ વર્ગખંડમાં જવાની પરવાનગી અપાશે.

પરીક્ષામાં વધારાનો સમય: પૂર્વ મંજૂરી ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને કલાકદીઠ 20 મિનિટ લેખે 3 કલાકની પરીક્ષામાં કુલ 60 મિનિટ (1 કલાક) નો વધારાનો વળતર સમય ફાળવવામાં આવશે.

હિયરિંગ એડ (શ્રવણયંત્ર) વાપરવાની સ્પષ્ટતા 

હિયરિંગ એડ (શ્રવણયંત્ર) ની મંજૂરી: શ્રવણદોષ ધરાવતા ઉમેદવારો પરીક્ષાની શરૂઆતમાં અપાતી અગત્યની સૂચનાઓ સાંભળી શકે તે માટે, માત્ર સૂચના આપવાના સમય પૂરતું 'હિયરિંગ એડ' Hearing aid વાપરવા દેવાશે. ત્યારબાદ મશીન સુપરવાઇઝરને જમા કરાવવું પડશે.

પ્રવેશ અને નિકાસમાં અગ્રતા: પરીક્ષા કેન્દ્રમાં ભીડ કે અફરાતફરીથી બચાવવા માટે દિવ્યાંગ ઉમેદવારોને કેન્દ્રમાં પ્રવેશતી વખતે અને બહાર નીકળતી વખતે પ્રથમ અગ્રતા આપવામાં આવશે.

GPSC દ્વારા કરાયેલું આ અત્યંત આયોજનબદ્ધ અને માનવીય અભિગમ વાળું પગલું દિવ્યાંગ પરીક્ષાર્થીઓ માટે મોટી રાહત સમાન બની રહેશે, જેથી તેઓ કોઈપણ માનસિક કે શારીરિક તણાવ વિના પોતાની પરીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

આ પણ વાંચો : Ek Ped Maa Ke Naam 3.0 : 'મા'ના નામે વન-વંદના

Tags :
Advertisement

.

×