Gram Panchayat Election : મતદાન પહેલા અરવલ્લી-ભાવનગર જિલ્લામાં આ ગ્રા. પં. સમરસ બની
- અરવલ્લીનાં મોડાસાની મોદરસુંબા ગ્રામ પંચાયત સમરસ બની (Gram Panchayat Election)
- ગ્રામ પંચાયતનાં તમામ 8 વોર્ડનાં સભ્યો બિનહરીફ રહ્યા
- ગ્રામજનોએ ગુલાલ છાંટી, મીઠાઈ ખવડાવી વિજયોત્સવ મનાવ્યો
- ભાવનગરની વલ્લભીપુર તાલુકાની 22 ગ્રામ પંચાયત પણ સમરસ બની
Gram Panchayat Election : રાજ્યમાં 22 જૂન, 2025 ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે આ પહેલા અરવલ્લીનાં (Aravalli) મોડાસાની મોદરસુંબા ગ્રામ પચાંયત સમરસ બની છે. ગ્રામ પંચાયતનાં તમામ 8 વોર્ડનાં સભ્યો બિનહરીફ રહ્યા છે. બીજી તરફ મતદાન પહેલા ભાવનગર જિલ્લાની (Bhavnagar) વલ્લભીપુર તાલુકાની 22 ગ્રામ પંચાયત પણ સમરસ બની હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!
ગ્રામ પંચાયતનાં તમામ 8 વોર્ડનાં સભ્યો બિનહરીફ રહ્યા
માહિતી અનુસાર, રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) માટે મતદાન યોજાય તે પહેલા અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાની (Modasa) મોદરસુંબા ગ્રામ પંચાયત સમરસ બની છે. ગ્રામ પંચાયતનાં તમામ 8 વોર્ડનાં સભ્યો બિનહરીફ રહ્યા છે. મોદરસુંબામાં બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીતા સરપંચ તરીકે દિનેશભાઈ સોલંકી બિનહરીફ રહ્યા છે. ગ્રામજનોએ ગુલાલ છાંટી વિજયોત્સવ મનાવ્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ઉજવણી કરી હતી. ગામનો વિકાસ થાય અને વર્ગવિગ્રહ દૂર કરવા ગ્રામજનો દ્વારા પ્રયાસ કરાયો હતો. પંચાયતનાં પાયાનાં પ્રશ્નો ઉકેલવાની સરપંચ દિનેશભાઈ સોલંકીએ ખાતરી આપી છે.
આ પણ વાંચો - Gondal Election : ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ, 40 ગામમાં સરપંચ-સભ્યો માટે ઉમેદવારી નોંધાઈ
વલ્લભીપુર તાલુકામાં 50 ટકાથી વધુ ગ્રામ પંચાયત સમરસ બની
બીજી તરફ ભાવનગર જિલ્લાની વલ્લભીપુર તાલુકાની (Vallabhipur) 22 ગ્રામ પંચાયત પણ સમરસ બની હોવાની માહિતી સામે આવી છે. આ સાથે તાલુકામાં 50 ટકાથી વધુ ગ્રામ પંચાયત સમરસ બની છે. તાલુકામાં 50% થી વધુ ગ્રામ પંચાયત સમરસ થતાં તમામમાં સમાજના ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. પ્રથમ સમરસ ગામ નવાગામની લોલીયાણા ગ્રામ પંચાયતનાં સરપંચ તરીકે લીલાબેન બાબુભાઈ પરમારની બિનહરીફ વરણી થઈ છે.
આ પણ વાંચો - Amit Khunt Case : આરોપી પૂજા રાજગોરની કોર્ટમાં પોલીસકર્મીઓ સામે ફરિયાદ, કહ્યું- હોટેલમાં એક દિવસ..!