Gondal : શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભગવાન શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
પાવન અને પવિત્ર શ્રાવણ માસ નાં પ્રારંભે ગોંડલ શહેર માં પ્રથમવાર શિવ નગરયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું છે. શિવ નગરયાત્રાને લઈને ગોંડલમાં શિવમય માહોલ સર્જાયો હતો. મુક્તેશ્વર ટ્રસ્ટ, વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ ના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ભગવાન શિવજી ની શોભાયાત્રા નુંભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર માં મુખ્ય માર્ગો પર થી 5 કિલોમીટર ના રૂટ પર યાત્રા નીકળી હતી અનેક સામાજિક સંસ્થાઓ, સેવાકીય ગ્રુપ દ્વારા ઠેર ઠેર, સરબત, આઈસ્ક્રીમ, ચા - પાણી, સહિત ના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
શહેર માં મુખ્ય માર્ગો પર શિવનગર યાત્રા ફરી
શોભાયાત્રા માં ભગવાન શિવજી ની વિશાળકદ ની દૈદિપ્યમાન મુર્તિ સાથે ના મુખ્ય રથ, ત્રણ જેટલા DJ, બાઇકો, કાર, સાથે અન્ય ફલોટસ, મંડળો, ધુન મંડળો જોડાયા. કાશીવિશ્ર્વનાથ મંદિર થી સંતો મહંતો ના વૈદિક મંત્રોચ્ચાર સાથે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. કોલેજ ચોક, શ્યામવાડીચોક, ભુવનેશ્ર્વરી રોડ, ખટારા સ્ટેન્ડ, કડીયાલાઇન, માંડવીચોક, મોટીબજાર, પાંજરાપોળ, જેલચોક, કુંભારવાડા, ભોજરાજપરા, સાઇડીંગ રોડ થઈ મુક્તિધામ મુક્તેશ્વર મહાદેવ મંદિરે પુર્ણ કરવામાં આવી હતી.
સાધુ, સંતો, મહંતો, શોભાયાત્રા જોડાયા
શોભાયાત્રા માં શહેર ના તમામ શિવ મંદિરો ના સંતો મહંતો, સાધુ સમાજ નગર યાત્રા મા જોડાયા હતા.ગોંડલ ખાતે શિવજી ની નગર યાત્રા નુ પ્રથમ વખત ના આયોજન માં શહેર ની વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, મંડળો, અગ્રણીઓ, આગેવાનો સહિત ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
શિવજીની પ્રતિમાને મુક્તિધામ ખાતે રખાશે
ભગવાન શિવજી ની વીશાળ 9 ફૂટ ની પ્રતિમાનું અનાવરણ કાશી વિશ્વનાથ મંદિરના મહંત, યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા, સહિત ના આગેવાનો, સંતો - મહંતો દ્વારા કરવામાં આવી હતી. ભગવાન શિવજી ની આરતી કરી નગર યાત્રા ને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ નગર યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી ભગવાન શિવજી ની પ્રતિમા ને શહેરના મુક્તિધામ ખાતે રાખવામાં આવશે.
નગર યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું
સૌરાષ્ટ્ર માં સૌ પ્રથમ વાર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે ગોંડલ શહેરમાં ભવ્ય ભગવાન શિવજી ની નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમગ્ર નગર યાત્રા ના રૂટ પર ઠેર ઠેર વિવિધ સમાજ ના લોકો તેમજ રાજકીય આગેવાનો દ્વારા પુષ્પ અને હર તોરા કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા ઠંડુ પાણી, સરબત, આઈસ્ક્રીમ, કોલડ્રીંકસ, ફ્રુટ ના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
સમગ્ર યાત્રાના રૂટ પર ઝંડીઓ લગાવાઈ
આજરોજ ગોંડલ શહેરમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સૌ પ્રથમ વખત ભગવાન શિવજી ની નગર યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યાત્રા જે જે રાજમાર્ગો પર થી પસાર થવાની છે તે સમગ્ર રૂટ ને ધજા, પતાકા થી શણગાર કરવામાં આવ્યું હતું. તેમજ યાત્રા માં અંદાજે 1500 જેટલા બાઈક સવારો ઝંડી સાથે યાત્રામાં જોડાયા હતા.
શોભાયાત્રા ને સફળ બનાવવા અરવિંદભાઈ ભાલાળા, રાજુભાઇ ધાના, મુકેશભાઇ ભાલાળા, ગોપાલભાઈ ટોળીયા, ધર્મેન્દ્રભાઇ રાજાણી, હિરેનભાઇ ડાભી, રશ્મીનભાઇ અગ્રાવત, નિર્મળસિહ ઝાલા, ગોરધનભાઈ પરડવા, અશોકભાઈ પીપળીયા, જીતુભાઇ આચાર્ય, મયુરભાઈ મહેતા, પ્રવિણભાઈ રૈયાણી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર નગર યાત્રા દરમ્યાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : JUNAGADH : પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે પ્રાચીન શિવાલયોમાં ભાવિકોની ભીડ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.