GSEB SSC Result : ધોરણ 10નું 88.86 ટકા પરિણામ જાહેર, દીકરીઓએ માર્યું મેદાન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ [GSHSEB] દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC Exam) ની પરીક્ષાનું પરિણામ [Result] આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્યભરમાંથી અંદાજે 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમના ભવિષ્યનો ફેંસલો આજે બોર્ડની વેબસાઈટ પર લાઈવ કરવામાં આવશે.
GSEB Class 10 Result: વડોદરાનું 78.38 ટકા પરિણામ
May 6, 2026 10:59 am
વડોદરામાં આ વર્ષે ધોરણ 10નું પરિણામ 78.38% આવ્યું છે, જે ગત વર્ષના 76.65% કરતા વધુ છે. કુલ 37,993 પરીક્ષાર્થીઓમાંથી 1,582 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વડોદરાના પરિણામમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
સુરત શહેરના વિદ્યાર્થીઓએ ફરી રાજ્યમાં વગાડ્યો ડંકો
May 6, 2026 9:54 am
સુરત શહેરના વિદ્યાર્થીઓએ ફરી રાજ્યમાં ડંકો વગાડ્યો છે. સુરતમાં A-વન ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. વિદ્યાર્થીઓએ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે. ધાર્યા કરતા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓની આંખો છલકાઈ. વાલીઓમાં સંતાનોના ઉજ્જવળ પરિણામને લઈ ખુશીની લાગણી જોવા મળી છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ સાથે સુરત અવ્વલ રહ્યું છે.
GSEB SSC Result : રાજકોટમાં કુલ 88.10 ટકા જેટલું પરિણામ આવ્યું
May 6, 2026 9:32 am
રાજકોટમાં કુલ 88.10 ટકા જેટલું પરિણામ આવ્યું છે. રાજકોટની અનેક ખાનગી સ્કૂલોમાં ભવ્ય સફળતા મળી છે. ઊંચા પરિણામથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટના 4262 વિદ્યાર્થીઓએ A-વન ગ્રેડ મેળવ્યો છે. રાજકોટમાં 7296 વિદ્યાર્થીઓએ A-ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વાલીઓએ સંતાનોની સફળતા બદલ ગૌરવની લાગણી અનુભવી છે.
GSEB SSC Result : દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું
May 6, 2026 8:39 am
આ વર્ષે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતા 8.16 ટકા વધુ આવ્યું છે. જ્યારે ગયા વર્ષે પણ દીકરીઓ કરતા દીકરીઓનું પરિણામ વધુ આવ્યું છે.
GSEB SSC Result : નાપાસ વિદ્યાર્થી માટે જૂનમાં પૂરક પરીક્ષા લેવાશે
May 6, 2026 8:39 am
ધોરણ 10 SSC પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન માસમાં પૂરક પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ‘Best of Two’ યોજના હેઠળ ફરી પરીક્ષા આપવાની તક પણ મળશે, જેથી તેઓ પોતાના પરિણામમાં સુધારો કરી શકે.
GSEB SSC Result : 100 ટકા પરિણામ ધરાવતી 1697 શાળાઓ , 39 શાળાનું શાળાનું 0 પરિણામ આવ્યું
May 6, 2026 8:27 am
ધોરણે 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતની 1697 શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 39 શાળાનું પરિણામ 0 આવ્યું છે.
GSEB SSC Result 2026: ધોરણ 10 નું પરિણામ 83.86% જાહેર#GSEBResult2026 #SSCResult #Class10Result #GujaratBoard #ExamResults #EducationNews #StudentSuccess #BoardExam #ResultDay #AcademicAchievement #TopperNews #SchoolResults #IndiaEducation #GirlsOutperform #GujaratFirst
— Gujarat First (@GujaratFirst) May 6, 2026
GSEB… pic.twitter.com/tT3bZq2kiR
GSEB SSC Result : સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42 ટકા પરિણામ
May 6, 2026 8:16 am
આ વર્ષે સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું આવ્યું છે. જે 76.42 ટકા પરિણામ છે.
GSEB SSC Result : સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85 ટકા પરિણામ
May 6, 2026 8:16 am
જો આપણે વાત સૌથી વધારે પરિણામ ધરાવતા જિલ્લાની કરીએ તો આ વર્ષે નર્મદા જિલ્લાનું પરિણામ 90.85 ટકા આવ્યું છે.
GSEB SSC Result : સૌથી ઓછું પરિણામ દાહોદના મૂનખોસલા કેન્દ્રનું 33.74 ટકા પરિણામ
May 6, 2026 8:14 am
આ વર્ષે સૌથી ઓછું પરિણામ દાહોદના મુનખોસલા કેન્દ્રનું 33.74 ટકા પરિણામ આવ્યું છે.
GSEB SSC Result : સૌથી વધુ પરિણામ ગાંધીનગરના અજોલ કેન્દ્રનું 100 ટકા પરિણામ
May 6, 2026 8:13 am
આ વર્ષે સૌથી વધુ પરિણામ ગાંધીનગરના અજોલ કેન્દ્રનું આવ્યું છે. અજોલ કેન્દ્ર પર 100 ટકા પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
GSEB SSC Result : ગત વર્ષ કરતા 1.30 ટકા પરિણામ ઊંચું આવ્યું
May 6, 2026 8:11 am
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ [GSHSEB] દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC Exam) ની પરીક્ષાનું પરિણામ [Result] આજે સત્તાવાર રીતે જાહેર થઈ ગયુ છે. આ વર્ષે ગત વર્ષ કરતા 1.30 ટકા પરિણામ ઊંચું આવ્યું છે.
GSEB SSC Result: ધોરણ 10નું 88.86 ટકા પરિણામ જાહેર
May 6, 2026 8:09 am
આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 88.86 ટકા પરિણામ જાહેર થયું છે.
Gujarat Board : બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર । Gujarat First#GSEB #GujaratBoard #SSCResult #Class10Result #BoardExamResult #ExamResults #GujaratNews #EducationNews #ResultDay #StudentsLife #BoardResults #IndiaEducation #AcademicSuccess #ExamUpdate #BreakingNews… pic.twitter.com/bmPe5mENjt
— Gujarat First (@GujaratFirst) May 6, 2026
GSEB SSC Result: વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે પરિણામ
May 6, 2026 8:01 am
વોટ્સએપ ઉપરાંત, વિદ્યાર્થીઓ હંમેશની જેમ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને પણ પોતાનું પરિણામ [Board Result] ચેક કરી શકશે. બોર્ડની આ પહેલથી 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને પરિણામ જોવામાં સરળતા રહેશે અને સાયબર કાફે કે સ્કૂલ સુધી જવાની જરૂરિયાત ઘટશે.
GSEB SSC Result: હવે રિઝલ્ટ જોવા માટે નહીં ખાવો પડે ધક્કા, વોટ્સએપ પર મેળવો ધોરણ 10ની માર્કશીટ
May 6, 2026 7:58 am
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ [GSHSEB] દ્વારા ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પરિણામ મેળવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. આજે જાહેર થનારા પરિણામમાં વિદ્યાર્થીઓ પરંપરાગત વેબસાઈટની સાથે સાથે આધુનિક સુવિધાનો લાભ લઈને વોટ્સએપ [WhatsApp] દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થીઓએ માત્ર પોતાનો બેઠક ક્રમાંક [Seat Number] મોકલવાનો રહેશે. મેસેજ સેન્ડ કરતાની સાથે જ સિસ્ટમ દ્વારા વિદ્યાર્થીના પરિણામની નકલ (Result Copy) મોબાઈલ સ્ક્રીન પર મોકલી દેવામાં આવશે.
બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ થશે જાહેર
May 6, 2026 7:40 am
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ [GSHSEB] દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC Exam) ની પરીક્ષાનું પરિણામ [Result] આજે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્યભરમાંથી અંદાજે 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમના ભવિષ્યનો ફેંસલો આજે બોર્ડની વેબસાઈટ પર લાઈવ કરવામાં આવશે.


