ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GU : ગાંધીનગર યુનિવર્સિટી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU સાઇન કરાયા

ગાંધીનગર યુનિવર્સિટી ખાતે આજે વૈશ્વિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા હતા. રાજયમાં GIEEE ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે લર્નિંગનો અભ્યાસક્રમ જોડનાર ગુજરાત રાજ્યની પ્રથમ યુનિવર્સિટી ગાંધીનગર યુનિવર્સિટી બની છે. સમગ્ર ભારતમાં...
06:00 PM Apr 04, 2024 IST | Harsh Bhatt
ગાંધીનગર યુનિવર્સિટી ખાતે આજે વૈશ્વિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા હતા. રાજયમાં GIEEE ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે લર્નિંગનો અભ્યાસક્રમ જોડનાર ગુજરાત રાજ્યની પ્રથમ યુનિવર્સિટી ગાંધીનગર યુનિવર્સિટી બની છે. સમગ્ર ભારતમાં...

ગાંધીનગર યુનિવર્સિટી ખાતે આજે વૈશ્વિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા હતા. રાજયમાં GIEEE ગ્લોબલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ સાથે લર્નિંગનો અભ્યાસક્રમ જોડનાર ગુજરાત રાજ્યની પ્રથમ યુનિવર્સિટી ગાંધીનગર યુનિવર્સિટી બની છે. સમગ્ર ભારતમાં જાગૃતિ જોડાણ અને ટેકનોલોજીને લગતી અસર માટે પ્રેરક બળ બની છે. 160 જેટલા દેશોમાં 4,00,000 થી વધુ થી વધુ વ્યક્તિ ધરાવતા વૈશ્વિક સભ્યપદ સાથે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ એ માનવ જાતિના વિકાસ માટે ટેકનોલોજીકલ પ્રગતિ આગળ વધારવા માટે સમર્પિત સૌથી અગ્રણી ટેકનિકલ વ્યવસાયિક સંસ્થા છે.

 GIEEE ના મુખ્ય મિશન સાથે ગાંધીનગર યુનિવર્સિટીનો સહયોગ વિકસતી રહેલી ટેકનોલોજીમાં શિક્ષણ અને વ્યવસાયના વિકાસની પરિદ્રશ્યમાં પરિવર્તન કરવા માટે સજજ છે. ગાંધીનગર યુનિવર્સિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનીતા રોહેરાના માર્ગદર્શન હેઠળ આ મેમોરેન્ડમ ઓફ અંડરટેકિંગ  ( MOU ) નો ઉદ્દેશ મજબૂત ઉદ્યોગ શૈલી મજબૂત કરવાનો અને ટેકનોલોજી ઉત્કૃષ્ટતા વિકસાવવાનો છે.

 GIEEE ના સાથે બ્લેન્ડીંગ લર્નિંગ સિલેબસ મારફતે શીખવાને કૌશલ્ય નિર્માણના નવા યુગનો પ્રારંભ કરશે, જે વિદ્યાર્થીઓ અને વ્યવસાયિકોને વૃદ્ધિ અને થાન માટે અભૂતપૂર્વક તક પૂરી પાડી શકે.  મુખ્ય લાભોમાં GIEEE વિદ્યાર્થી શાખાની સ્થાપના ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ કાર્યશાળાઓ અને પ્રકાશનોને શિક્ષણ ધોરણો તરફ આગળ વધવા માટે સજજ કરવાના છે. આ ઉપરાંત આવા ભાગીદારી વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમો ગાંધીનગર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બૌદ્ધિક પરિદ્રશ્યોને સમૃદ્ધ બનાવશે, તેમની દુરદેશી અભિગમ અને કુશળતા આ મહત્વપૂર્ણ પ્રયાસ માટે GIEEE અને ગાંધીનગર યુનિવર્સિટી સાથે લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આ પણ વાંચો : MAHISAGAR : દારૂના ગીતો પર ડાંસનો VIDEO વાયરલ થતાં હવે SOCIAL MEDIA ઉપર ઠાલવ્યો લોકોએ રોષ

Tags :
AhmedabadEDUCATIONAL CAMPUSGandhinagarGandhinagar UniversityGIEEEGJARAT FIRSTHistoric MOUInstitute of Electrical and Electronics EngineersNEP
Next Article