Gujarat: ગુજરાત માટે ગૌરવની ક્ષણ, રાજ્યએ સતત ચોથા વર્ષે જીત્યો પોપ્યુલર ચોઈસ એવોર્ડ, CM ભૂપેન્દ્રભાઈ પટેલે ખુશી વ્યક્ત કરી
- Gujarat: ગુજરાત માટે ગૌરવની ક્ષણ
- કર્તવ્ય પથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો દબદબો
- પરેડમાં ગુજરાતે મેળવ્યો “પોપ્યુલર ચોઈસ એવોર્ડ”
Gujarat: ગત 26મી જાન્યુઆરી (January 26th) ની ઉજવણીમાં દિલ્હીમાં રાષ્ટ્રીય પરેડ યોજાઈ હતી. જેમાં લગભગ મોટાભાગના રાજ્યોએ ભાગ લીધો હતો. અને પોતાના રાજ્યનું નૈતૃત્વ કરીને ઝાંખી (ટેબ્લો) (Tableau) પ્રદર્શિત કર્યા હતા. દર વર્ષે આ ઝાંખીમાં સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન (Best performance) કરનાર રાજ્યોને વિજેતા જાહેર કરીને એવોર્ડ (Award) એનાયત કરવામાં આવે છે. ત્યારે ગુજરાત માટે હર્ષની વાત છે કે, સતત ચોથા વર્ષે રાજ્યને “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” (Popular Choice Award) શ્રેણીમાં પ્રથમ ક્રમ હાંસલ થયો છે.
ઘણા આનંદની વાત છે કે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે.
ગુજરાતના ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આધારિત ટેબ્લોએ ભારે… pic.twitter.com/PGRwSHAL5C
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2026
Gujarat: ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ
રાષ્ટ્રીય પરેડ (National Parade) માં તમામ ટેબ્લોને પાછળ રાખીને પ્રથમ ક્રમ મેળવાર આપણા ગુજરાત રાજ્ય માટે આ અદભૂત અને ઐતિહાસિક ક્ષણ (Historic moment) છે. આપને જણાવી દઈએ કે, 26 જાન્યુઆરી 2026માં દિલ્હીના કર્તવ્ય પથ (Delhi's Kartavya Path) પર ભવ્ય રાષ્ટ્રીય પરેડ યોજાઈ હતી. આ ભવ્ય પરેડમાં 30 ઝાંખીઓએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ખાસ કરીને ગુજરાતની ઝાંખી (ટેબ્લો)ને જોઈને સ્થળ પર ઉપસ્થિત મહેમાનો સહિત દરેક દેશવાસીઓમાં દેશભક્તિનો ભાવના ભરી દીધી હતી. અને એટલે જ ગુજરાતના ટેબ્લોને વર્ષ 2026 માટે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” શ્રેણીમાં પ્રથમ ક્રમ (First rank) પ્રાપ્ત કરીને ઇતિહાસ સર્જ્યો છે.
Gujarat: ગુજરાતના ટેબ્લોની થીમ
ગુજરાત રાજ્યના ટેબ્લો (Tableau) માં આ વખતે ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ આયોજીત કરવામાં આવ્યું હતું. આ ટેબ્લોએ ભારે ઉત્સુકતા અને આકર્ષણ જમાવ્યું હતું. રાષ્ટ્રભક્તિ (Patriotism) ની સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને ઉજાગર કરતા ગુજરાતના ટેબ્લોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. ગુજરાત રાજ્ય (Gujarat State) ના ટેબ્લોએ વર્ષ 2023, 2024, 2025 અને હવે 2026માં સતત 4 વર્ષ આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.
આ પણ વાંચો----- Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વહેલી સવારે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો
આ પણ વાંચો----- Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરળતા, મૃદુતા અને નિખાલસતા પ્રવાસીઓ અને વેપારીઓને સ્પર્શી ગઈ


