ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા, બાળકોની ચહેરા પર અનેરો ઉત્સાહ

Gujarat: દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત (Gujarat)માં દિવાળીનું 21 વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
09:23 AM Nov 18, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત (Gujarat)માં દિવાળીનું 21 વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
Gujarat
  1. શાળાએ ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી
  2. ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડ પરીક્ષાને 100 દિવસ બાકી
  3. ચાલુ વર્ષે 10 અને 12 બોર્ડની પરીક્ષા વહેલી શરૂ થવાની છે

Gujarat: દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે. ગુજરાત (Gujarat)માં દિવાળીનું 21 વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓમાં શાળા શરૂ થતા વધારે આનંદ જોવા મળ્યો છે. કારણે કે, હવે ધોરણ 10 અને 12 માં બોર્ડની પરીક્ષાને માત્ર 100 દિવસ જ બાકી રહ્યાં છે. જેથી તેમને હવે તૈયારી પર વધારે ભાર આપવો પડશે. મહત્વની વાત એ છે કે, ચાલુ વર્ષે બોર્ડ પરીક્ષા વહેલી શરૂ થતી હોવાથી બીજું સત્ર વિદ્યાર્થીઓ માટે મહત્વ બની રહેશે.

આ પણ વાંચો: Rajkot: ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર છરી વડે થયો હુમલો

21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમતા થયા

નોંધનીય છે કે, 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમતા થયાની સાથે બાળકો શાળા તરફ હર્ષ સાથે જોવા મળ્યાં હતા. શાળાએ ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી હતી. બાળકો માટે શાળા એ પોતાનું બીજ ઘર હોય છે. પોતાના ઘર પછી જો બાળકોને સૌથી વધારે ક્યાક મજા આવતી હોય તો તે શાળા છે. જો કે, દિવાળીના વેકેશન બાળકોએ ખુબ મજા કરી પરંતુ હવે પાછા શાળાએ આવતા તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: VADODARA : રિફાયનરીમાં લાગેલી આગ મામલે મેજેસ્ટ્રીયલ તપાસના આદેશ

પાછા શાળાએ આવતા બાળકોના ચહેરા પર અનેરો ઉત્સાહ

બાળકો ફરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓ પર દોટ મૂકતા નજરે પડ્યાં છે. જો કે, હવે શાળાઓ પણ બાળકોને ભાર વગરનું ભણતર આપવાની શરૂઆત કરવાની તાતી જરૂર લાગી રહીં છે. શાળાએ બાળક માનસિક રીતે મજબૂત થવું જોઈએ અને તો જ તે પોતાના આગળના ભવિષ્ય માટે સારી એવી કામગીરી કરી શકેશે. પરંતુ મુદ્દાની વાત એ છે કે, અત્યારે શાળાએ જતા બાળકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: Surendranagar: ચોટીલા-રાજકોટ હાઈવે પર અચાનક કારમાં લાગી આગ, કારમાં પાંચ લોકો હતાં પણ...

Tags :
21-day Diwali vacation schoolchildren faces full of enthusiasmChildren going to schoolDiwali VacationDiwali vacation NewsDiwali vacation UpdateGujaratGujarat SchoolGujarati NewsLatest Gujarati NewsVimal Prajapati
Next Article