Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી, આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર ભાવનગર,પંચમહાલ,દાહોદ,આણંદ,ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ Gujarat: ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપ્યા બાદ અત્યારે હવામાન વિભાગ દ્વારા...
gujarat  અંબાલાલ પટેલ બાદ હવામાન વિભાગે પણ કરી આગાહી  આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર
  1. 1 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર
  2. 2 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
  3. ભાવનગર,પંચમહાલ,દાહોદ,આણંદ,ભરૂચ, નર્મદામાં યલો એલર્ટ

Gujarat: ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપ્યા બાદ અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. 3 થી 5 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાના વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 3 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી સહિત આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું

4 સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને વડોદરા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર સહિત દાહોદ, પંચમહાલ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 5 સપ્ટેમ્બરે ભારે વરસાદને પગલે પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાયના 30 જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ અંબાલાલે ફરી એક મોટી આગાહી કરી દીધી, સપ્ટેમ્બરમાં આવશે...

Advertisement

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી વરસાદની આગાહી

ગુજરાત (Gujarat) માટે 2024 ઘણું અઘરૂં રહ્યું છે. ગરમી પણ એટલી પણ પડી અને ત્યાર બાદ વરસાદ પણ ભારે થયો છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત (Gujarat) પર વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલના કહ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સર્જાયેલ વાવઝોડુંનો ખતરો ટળ્યી ગયો છે.

આ પણ વાંચો: Jamnagar: ડીડીઓની સામે જ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, યુવક બોલતો રહ્યો અને અધિકારીઓ માત્ર...

Tags :
Advertisement

.