Gujarat: Ahmedabad SOGએ રૂ.1.82 કરોડની ચાઇનીઝ દોરી ઝડપી પાડી
- Gujarat: પોલીસે ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપી પાડ્યું છે
- ગ્રામ્ય SOG પોલીસે દાદરા નગર હવેલીમાં જઈને ઓપરેશન પાર પાડ્યું
- ચાઈનીઝ દોરી સહિત 2 કરોડ 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
Gujarat: પોલીસે ચાઈનીઝ દોરીનું કારખાનું ઝડપી પાડ્યું છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે દાદરા નગર હવેલીમાં જઈને ઓપરેશન પાર પાડ્યું છે. તેમાં સ્થાનિક પોલીસની મદદથી રૂપિયા 1 કરોડ 50 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી સહિત દોરી બનાવવાનાં મશીનો જપ્ત કરાયા છે. ચાઈનીઝ દોરી સહિત 2 કરોડ 34 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ
ઉત્તરાયણ પર્વને પગલે શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે દાદરા નગર હવેલીમાં પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો ઝડપી પાડી કુલ ચાઈનીઝ દોરી સહિત 2 કરોડ 34 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
અમદાવાદ ગ્રામ્ય દ્વારા ''ઓપરેશન દોરી'નામ આપવાના આવ્યું
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ચાઇનીઝ દોરી પકડવાના મામલે અમદાવાદ ગ્રામ્ય દ્વારા ''ઓપરેશન દોરી'નામ આપવાના આવ્યું હતું. સૌથી પ્રથમ સાણંદ ફાર્મ હાઉસમાંથી ચાઈનીઝ દોરીનો જથ્થો પકડ્યો હતો. તપાસમાં ભરત ભોગીલાલા નામ ખૂલ્યું હતું. જેમાં મુખ્ય આરોપી એની વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા મુખ્ય આરોપી શોધખોળ શરૂ કરી છે. તે આરોપીનું અલગ અલગ સરનામું જોવા મળતું હતુ. તેમાં બાતમી આધારે દાદરા નગર હવેલીમાં નામ વગરની ફેક્ટરી મળી આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા 4 દિવસ વોચ રાખવામાં આવી હતી. ત્યારે દાદરા નગર પોલીસ સ્ટેશનની મદદથી 1 કરોડ 50 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો. એક આરોપી જાવેદ મિર્ઝા દોરી ડિલિવરીનું કામ કરતો હતો. સમગ્ર ઓપરેશ દરમિયાન 6 કેસ નોંધવામાં આવ્યા છે. તથા 15 વધુ આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્ય આરોપી વિરેન હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. મોટાભાગના આરોપી નાના મોટો વેપાર કરતા હોવાનું સામે આવ્યું છે.
Gujarat: ચાઈનીઝ દોરી અત્યંત જોખમી હોવાથી પ્રતિબંધિત
ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી અત્યંત જોખમી હોવાથી પતંગ કાપવાની સાથે માનવી અને પક્ષીઓના ગળા પણ ચીરી નાખતી હોય છે. આ કારણે સરકાર દ્વારા તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં, કેટલાક વેપારીઓ કમાણીની લાલચમાં નિયમોને નેવે મૂકીને તેનું વેચાણ કરતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આ પણ વાંચો: Ahmedabad: નવા વર્ષે ફટાકડા ફોડવા મામલે પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો


