Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bhavnagar: મહુવામાં કોળી સેના પ્રમુખ પર જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTV માં કેદ

ભાવનગરના મહુવામાં ક્રિકેટ મેચ દરમિયાન શરૂ થયેલો નાનકડો વિવાદ એક ભયાનક વળાંક પર આવીને ઉભો રહ્યો છે. કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ઢાપા પર થયેલો જીવલેણ હુમલો અને તેમની પત્ની-માતા સાથેની મારામારીના દ્રશ્યોએ સ્થાનિકોને હચમચાવી દીધા છે.
bhavnagar  મહુવામાં કોળી સેના પ્રમુખ પર જીવલેણ હુમલો  સમગ્ર ઘટના cctv માં કેદ
Advertisement
  • Bhavnagar: મહુવામાં કોળી સેના પ્રમુખ પર જીવલેણ હુમલો!
  • ક્રિકેટ મેચની જૂની અદાવતમાં કોળી સેના પ્રમુખ મુકેશભાઈ ઢાપા પર હુમલો
  • સાથળના ભાગે છરીના ઘા મારતા CCTV માં દ્રશ્યો થયા કેદ
  • બચાવવા આવેલી પત્ની અને માતા સાથે પણ આરોપીઓની મારામારી
  • અલ્પેશ મકવાણા અને સંજય મકવાણા સહિત 5 સામે મહુવા ટાઉન પોલીસમાં ફરિયાદ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મહુવા હોસ્પિટલમાં ખસેડાયા, વધુ તપાસ ચાલુ

ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા શહેરમાં ગઈકાલે એક એવી ઘટના બની કે જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ મનુભાઈ ઢાપા પર થયેલા જીવલેણ હુમલાને પગલે સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે. આ હિંસક ઘટના પાછળનું મૂળ કારણ થોડા દિવસો પહેલા ક્રિકેટ મેચ દરમિયાન થયેલો એક સામાન્ય વિવાદ હતો, જેની જૂની અદાવત આરોપીઓના મનમાં ઘર કરી ગઈ હતી.

Bhavnagar: ક્રિકેટમાં કકળાટ બની જીવલેણ

મળતી માહિતી મુજબ, ક્રિકેટ મેચના સમયે મુકેશભાઈના દીકરા સાથે આરોપીઓનો ઝઘડો થયો હતો. આ બાબતનો બદલો લેવા માટે આરોપીઓએ મુકેશભાઈને ટાર્ગેટ કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં દેખાતા દ્રશ્યો અત્યંત ભયાનક છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કોઈ પણ પ્રકારના ડર વગર મુકેશભાઈ પર તૂટી પડ્યા હતા અને તેમના સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં મુકેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

Advertisement

મહિલાઓ સાથે પણ કરી મારામારી

ઘટનાની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે મુકેશભાઈને બચાવવા માટે તેમની પત્ની અને માતા દોડી આવ્યા હતા. આરોપીઓએ આ મહિલાઓને પણ છોડી ન હતી અને તેમની સાથે પણ છૂટા હાથે મારામારી કરી હતી. હિંસક ટોળા દ્વારા મહિલાઓ સાથેની આ ગેરવર્તણૂક અને મારપીટના દ્રશ્યો કેમેરામાં કેદ થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલ્યા

આ મામલે મહુવા ટાઉન પોલીસ મથકમાં અલ્પેશ મકવાણા, સંજય મકવાણા તેમજ અન્ય ત્રણ મહિલાઓ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ અને મારામારીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં ઈજાગ્રસ્ત મુકેશભાઈ ઢાપા અને તેમના પરિવારની મહિલાઓને મહુવાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં Fighter Jet Crash : મિયાનવાલી નજીક મોટી દુર્ઘટના, પાઇલટ્સ સુરક્ષિત

Tags :
Advertisement

.

×