ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat BJP : ભાજપનાં નેતાએ પોતાની જ પાર્ટીનાં નેતા સામે કર્યા ગંભીર આક્ષેપ!

બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર ગંભીર આક્ષેપ કર્યા છે. પૂનમ મકવાણાએ રમણલાલ વોરા સામે અરજી કરી છે...
08:00 PM Sep 03, 2025 IST | Vipul Sen
બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર ગંભીર આક્ષેપ કર્યા છે. પૂનમ મકવાણાએ રમણલાલ વોરા સામે અરજી કરી છે...
BJP_gujarat_first
  1. ફરી એકવાર ભાજપનાં નેતાનો પોતાની પાર્ટીનાં જ નેતા સામે જ મોરચો! (Gujarat BJP)
  2. પૂર્વ MLA પૂનમ મકવાણાનો MLA રમણલાલ વોરા સામે મોરચો!
  3. બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર ગંભીર આક્ષેપ
  4. રમણ વોરા ખેડૂત ખાતેદાર નહોતાઃ પૂનમ મકવાણા

Gujarat BJP : રાજ્યમાં ફરી એકવાર ભાજપનાં નેતાએ પોતાની જ પાર્ટીનાં નેતા સામે મોરચો માંડ્યો છે. પૂર્વ MLA પૂનમ મકવાણાએ (Poonam Makwana) વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરા (Ramanlal Vora) સામે ગંભીર આક્ષેપ કર્યા છે. બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર ગંભીર આક્ષેપ કર્યા છે. પૂનમ મકવાણાએ રમણલાલ વોરા સામે અરજી કરી છે અને ગાંધીનગર કલેક્ટરને પત્ર લખી ગંભીર આરોપ લગાવી કાર્યવાહીની માગ કરી છે.

આ પણ વાંચો - mahemdavad ના સોજાલી ગામમાં મહિલાના મોત બાદ હોબાળો : ધવલ હોસ્પિટલ પર આરોપ

BJP પૂર્વ MLA પૂનમ મકવાણાનો MLA રમણલાલ વોરા સામે મોરચો!

ભાજપનાં પૂર્વ MLA પૂનમ મકવાણાએ (Poonam Makwana) વર્તમાન ધારાસભ્ય મણલાલ વોરા સામે મોરચો માંડ્યો છે. બોગસ ખેડૂત ખાતેદારને લઈ રમણલાલ વોરા પર પૂર્વ MLA પૂનમ મકવાણાએ ગંભીર આક્ષેપ કર્યા છે. માહિતી અનુસાર, પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખ્યો છે, જેમાં ગંભીર આરોપો સાથે કાર્યવાહીની માગ કરી છે. પૂનમ મકવાણાએ પત્રમાં આરોપ લગાવી કહ્યું કે, વર્ષ 2004 માં પાલજમાં અમે જમીન ખરીદી હતી. એ સમયે રમણ વોરા ખેડૂત ખાતેદાર નહોતા. દસ્ક્રોઈનાં ઓગણજનાં રમણભાઈ ઈશ્વરભાઈનાં નામે ઉતારો લીધો હતો. વર્ષ 2016 માં બે થી અઢી કરોડમાં ઈડરનાં પટેલને એ જમીન વેચી હતી.

આ પણ વાંચો - kapadvanj માં શાળાનું શરમજનક કૃત્ય : ધો 10-12ના વિદ્યાર્થીઓ પાસે ગોડાઉનમાં કરાવી મજૂરી

રમણલાલ વોરા સામે કડક કાયદાકીય પગલા લેવા જોઈએ : પૂનમ મકવાણા

તેમણે આગળ જણાવ્યું કે, ઈડરનાં પટેલે 13 કરોડથી વધુમાં એ જમીન રમણવોરાના દીકરાને વેચી હતી. પરંતુ, બેંકમાં ચેકનાં કોઈ જ ટ્રાન્ઝેક્શન જ નથી, આથી ટેક્સ ચોરીનો પણ ગુનો બને છે. તેમણે આરોપ લગાવ્યો કે, ખેડૂત ન હોવા છતાં બોગસ પ્રમાણપત્ર બનાવ્યું હતું. અગાઉ ઘાટલોડિયા મામલતદારે નોટિસ પાઠવી હતી. ગાંધીનગર મામલતદારને પણ પત્ર મોકલી જવાબ માગ્યો હતો. તેમણે માગ કરી કે રમણલાલ વોરા સામે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ.

આ પણ વાંચો - Ambaji Bhadarvi Poonam માં શ્રદ્વાળુઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા કરાઇ, 24 કલાક પાણીની અવિરત સેવા

Tags :
Bogus Farmer AccountDaskroiFormer MLA Poonam MakwanaGandhinagar CollectorGandhinagar MamlatdarGhatlodia MamlatdarGujarat BJPgujaratfirst newsMLA Ramanlal VoraOganajPALAJTop Gujarati News
Next Article