Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ભાજપના સહ-પ્રવકતા Jayesh Vyas નું દુઃખદ અવસાન, ભાજપમાં ઘેરો શોક

Jayesh Vyas Pass way: ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ અવસાન થયું હોવાનું સામે આવ્યું.
ગુજરાત ભાજપના સહ પ્રવકતા jayesh vyas નું દુઃખદ અવસાન  ભાજપમાં ઘેરો શોક
Advertisement

Jayesh Vyas Pass way: ગુજરાત ભાજપના સહપ્રવકતા જયેશ વ્યાસનું દુઃખદ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અત્યારે ભાજપના સહપ્રવક્તા જ્યેશ વ્યાસના અણધાર્યા નિધનથી ભાજપમાં ઘેરો શોક જોવા મળ્યો છે. ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં લઈ જવાયા પણ રસ્તામાં જ અવસાન થયું હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે, અનેક ટીવી ડિબેટ માં પક્ષ તરફથી ધારદાર રજૂઆત કરનાર મૂળ રાજકોટના જયેશ વ્યાસ ના 50 વર્ષ ની વયે જ અવસાનથી અનેક લોકોને આંચકો લાગ્યો છે.

ગાંધીનગરના નિવાસ સ્થાને હાર્ટ એટેક આવતા અને...

મળતી વિગતો પ્રમાણે તેમના નિવાસ સ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં હતાં પરંતુ રસ્તામાં જ તેમનું નિધન થઈ ગયું હતું. નોંધનીય છે કે, જયેશ વ્યાસ એ ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા છે અને મૂળ રાજકોટના નિવાસી છે. ટીવીમાં અનેક વખતે ડીબેટમાં તેઓ જોવા મળતા હોય છે. પરંતુ અત્યારે તેમની અણધારી વિદાયના કારણે પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×