Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat By-Election: કડી અને વિસાવર વિધાનસભાની પેટાચૂંટણી માટે જંગ જામ્યો

કડી અને વિસાવર વિધાનસભાની પેટાચૂંટણી માટે જંગ જામ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યું છે
gujarat by election  કડી અને વિસાવર વિધાનસભાની પેટાચૂંટણી માટે જંગ જામ્યો
Advertisement
  • કડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા
  • વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા
  • કડી બેઠક પર ભાજપે ફરી એકવાર બધાને ચોંકાવ્યા 

Gujarat By-Election: ગુજરાતમાં કડી અને વિસાવર વિધાનસભાની પેટાચૂંટણી માટે જંગ જામ્યો છે. દરેક પક્ષ પોતાના ઉમેદવાર જાહેર કરી રહ્યું છે. ત્યારે કડી વિધાનસભા પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા છે. તેમાં રમેશ ચાવડાના નામ પર કોંગ્રેસે મહોર લગાવી છે. રમેશ ચાવડા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તથા કોંગ્રેસ કડી બેઠક માટે સ્થાનિક ઉમેદવાર પસંદ કર્યા છે. હિતુ કનોડિયા સામે રમેશ ચાવડા ચૂંટણી જીત્યા હતા. તથા કરશન સોલંકી સામે રમેશ ચાવડા ચૂંટણી હાર્યા હતા. તેમજ કોંગ્રેસ ઉમેદવાર આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

Advertisement

કડી બેઠક પર ભાજપે ફરી એકવાર બધાને ચોંકાવ્યા

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં કડી બેઠક પર ભાજપે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. કડી બેઠક પર ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે. તેમાં જોટાણા ગામના વતની રાજેન્દ્ર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડશે. ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડા વચ્ચે જંગ જામશે. જે નામ ચર્ચામાં હતા તેમાંથી ભાજપે કોઇને ટિકિટ આપી નથી.

Advertisement

વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા

જૂનાગઢની વિસાવદર બેઠક પર પણ પેટાચૂંટણીનો જંગ જામ્યો છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલને મેદાને ઉતાર્યા છે. તેમાં સહકારી આગેવાન કિરીટ પટેલને ભાજપે ટિકિટ આપી છે. બે ટર્મ સુધી જૂનાગઢના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કિરીટ પટેલને ટિકિટ મળી હતી. ટિકિટ મળ્યા બાદ કિરીટ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે તથા કિરીટ પટેલે જણાવ્યું છે કે વિસાવદરના પ્રશ્નો ઉકેલવા હંમેશા તત્પર રહીશ. આ પેટાચૂંટણીમાં જનતા વિકાસને મત આપશે.

પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની ટિકિટ કપાઇ

જુનાગઢના વિસાવદર ચૂંટણીમાં પ્રખર દાવેદાર અને પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની ટિકિટ કપાઇ છે. ભુપત ભાયાણીએ કહ્યું ખુશીથી ટિકિટ જતી કરી છે. વિસાવદરમાં લોકોના પ્રશ્નો હલ કરવા બીજેપીની સત્તા જરૂરી છે. કિરીટ પટેલને જીતાડવા પાર્ટીને વચન આપ્યું છે એ માટે પૂરતા પ્રયત્નો કરીશ.

આ પણ વાંચો: ટ્રમ્પનો દાવો : Joe Biden નું 2020માં અવસાન થયું હતું! અત્યારે તે રોબોટ ક્લોન છે

Tags :
Advertisement

.

×