Gujarat By-Election : BJP એ કડી-વિસાવદર પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા, જાણો તેમના વિશે
- પેટાચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર જાહેર (Gujarat By-Election)
- કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા મેદાને
- વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું
- વિસાવદરમાં હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પૈકી કોઈને ટિકિટ ન અપાઈ
Gujarat By-Election : મહેસાણા જિલ્લાની (Mehsana) કડી વિધાનસભા પેટાચૂંટણી (Kadi Assembly by-election) અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર પેટાચૂંટણી (Visavadar Assembly by-election) અંગે મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ (BJP) પણ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને (Rajendra Chavda) મેદાને ઉતાર્યા છે. જ્યારે, વિસાવદર માટે કિરીટ પટેલનું (Kirit Patel) નામ જાહેર કર્યું છે. વિસાવદરમાં હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પૈકી કોઈને પણ ટિકિટ આપવામાં આવી નથી.
આ પણ વાંચો - Mehsana : કડી વિધાનસભા પેટાચૂંટણી અંગે મોટા સમાચાર, કોંગ્રેસનાં ઉમેદવાર જાહેર
કડી માટે રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીએ (BJP) આખરે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. માહિતી અનુસાર, ભાજપે કડી વિધાનસભા પેટાચૂંટણી માટે રાજેન્દ્ર ચાવડાને (Rajendra Chavda) ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે વિસાવદર પેટાચૂંટણી માટે કિરીટ પટેલના (Kirit Patel) નામની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, થોડીવાર પહેલા કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું હતું.
પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર
કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા મેદાને
વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું@BJP4Gujarat #Gujarat #ByElection #Kadi #Visavadar #BJP #Election2025 #GujaratFirst pic.twitter.com/Rpu6OzCow6— Gujarat First (@GujaratFirst) June 1, 2025
આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
મહત્ત્વનું છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આથી, આજે મહામંથન બાદ ભાજપ દ્વારા બંને બેઠક માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. કિરીટ પટેલની વાત કરીએ તો જુનાગઢ ભાજપનાં પૂર્વ જિલ્લા પ્રમુખ છે. ભૂપત ભાયાણીએ કિરીટ પટેલના નામની સંગઠન સમક્ષ રજૂઆત કરી હતી. આથી, સંગઠન દ્વારા કિરીટ પટેલને ટિકિટ અપાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લાની (Mehsana) કડી અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર (Visavadar) બેઠક પર 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે.
આ પણ વાંચો - Vadodra: બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર, ધારાસભ્ય દ્વારા કરાયો કૌભાંડનો આક્ષેપ
કિરીટ પટેલ, વિસાવદર ભાજપ ઉમેદવાર
> જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં વર્તમાનમાં ચેરમેન
> 2 ટર્મ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી
> 2 ટર્મ ભારતીય જનતા યુવા મોરચો જુનાગઢ જિલ્લા પ્રમુખની જવાબદારી સંભાળી
> જુનાગઢ માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન
> વિધાર્થી કાળથી અખિલ ભારતીય વિધાર્થી પરિષદમાં સક્રિય
> તાલાલા તાલુકાનું રાતિધાર મૂળ વતન
> વર્ષોથી જુનાગઢ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવી