Gujarat by-Election : બપોરે 1 વાગ્યા સુધીમાં કડીમાં 34.79 ટકા અને વિસાવદરમાં 39.25 ટકા મતદાન થયું
- બપોરે 1 વાગ્યા સુધી કડીમાં 34.79 ટકા મતદાન થયું
- બપોરે 1 વાગ્યા સુધી વિસાવદરમાં 39.25 ટકા મતદાન થયું
- વિસાવદર બેઠક પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
- સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે
Gujarat by-Election : આજે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ બંને બેઠકો પર ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે બરાબરનો જંગ જામ્યો છે. વિસાવદર બેઠક તો પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. તાજી મળતી માહિતી અનુસાર બપોરે 1 વાગ્યા સુધી કડીમાં 34.79 ટકા અને વિસાવદરમાં 39.25 ટકા મતદાન થયું છે.
કડી વિધાનસભા બેઠક
કડી વિધાનસભા બેઠક પર MLA કરશન સોલંકીના (MLA Karsan Solanki) નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ રહી છે. BJP તરફથી રાજેન્દ્ર ચાવડા (Rajendra Chavada) ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડા (Ramesh Chavada) ને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જો કે, ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આયાતી હોવાથી મતદાન નહીં કરી શકે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ગર્લ્સ હાઈસ્કૂલમાં રહેલા મતદાન મથક પરથી મતદાન કર્યુ છે. ઉપરાંત, પૂર્વ Dy. CM નીતિન પટેલ (Nitin Patel) મણીપુર બ્રાહ્મણની વાડીમાં મતદાન કર્યુ છે. કડી શહેરમાં 54 અને ગ્રામ્યમાં 240 મતદાન મથકો ઊભા કરાયા છે. જેમાં ન્યૂ આદર્શ હાઇસ્કૂલ ખાતે પર્યાવરણ આધારિત બૂથ બનાવાયું છે. જ્યારે કડીનાં લક્ષ્મીપુરા અને રંગપુરડામાં સખી બૂથ બનાવાયું છે. આ ઉપરાંત 106 સંવેદનશીલ બૂથ જાહેર કરાયા છે.
આ પણ વાંચોઃ Rain in Gujarat: વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી
વિસાવદર વિધાનસભા બેઠક
વિસાવદર વિધાનસભા બેઠકની (Visavdar Assembly by-Election) વાત કરીએ તો આ બેઠક સૌરાષ્ટ્રની હરહંમેશ લોકચર્ચામાં રહેતી બેઠક છે. આ વખતે ભાજપ દ્વારા કિરીટ પટેલ (kirit Patel), કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયા (Nitin Ranpariya) જ્યારે AAP એ ગોપાલ ઇટાલિયા (Gopal Italia) અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષ એ કિશોરભાઈ કાનકડ (Kishor Kankad) ને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસના નીતિન રાણપરિયાએ ડુંગરપુર ગામે મતદાન મથકમાં મતદાન કર્યુ છે. વિસાવદરની બેઠક પર મોટાભાગે સરકાર વિરોધી પક્ષ પર મતદારો મહોર મારી જીતાડતા હોવાનું જોવા મળ્યું છે. વિસાવદરમાં સ્થાનિક ઉમેદવાર પર મતદારોને વધુ ભરોસો હોય છે. જ્યારે, રાજકીય પક્ષોને આ બેઠક જીતવા માટે સંઘર્ષ કરવો પડે છે. સ્થાનિક પ્રશ્નો, અસ્મિતાનાં આધારે હાર-જીતનો નિર્ધાર હોય છે. વર્ષ 2007 બાદથી ભાજપ વિસાવદર બેઠક જીતી શક્યું નથી.
Visavadar By Election : વિસાવદર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરુ । Gujarat First@BJP4Gujarat @INCGujarat @AamAadmiParty #visavadar #visavadarbypoll #visavadarelection #gujaratelection #gujaratfirst pic.twitter.com/6MgwgrG7ok
— Gujarat First (@GujaratFirst) June 19, 2025
આ પણ વાંચોઃ Rain in Ahmedabad: શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો