Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat News Today: આજે 15 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Gujarat News Today:  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) અને 'ફાઈવ ડે વીક' જેવી વ્યવસ્થા પર મહત્વપૂર્ણ મહોર વાગી શકે છે. બીજી તરફ, યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના 'લાગા'ના (Temple Fees) ભાવ વધારાને લઈને ટ્રસ્ટીઓ અને સેવકો વચ્ચે આવતીકાલે બેઠક યોજાશે,
gujarat news today  આજે 15 મે 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં
Advertisement

Gujarat News Today:  આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટ બેઠકમાં કર્મચારીઓ માટે 'વર્ક ફ્રોમ હોમ' (Work From Home) અને 'ફાઈવ ડે વીક' જેવી વ્યવસ્થા પર મહત્વપૂર્ણ મહોર વાગી શકે છે. બીજી તરફ, યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરના 'લાગા'ના (Temple Fees) ભાવ વધારાને લઈને ટ્રસ્ટીઓ અને સેવકો વચ્ચે આવતીકાલે બેઠક યોજાશે, જ્યારે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના જૂથવાદમાં ચેરિટી કમિશનરે નલિન કાનાણી જૂથના સમર્થનમાં ચુકાદો આપી 30 દિવસમાં ચૂંટણી (Election) યોજવાનો આદેશ આપ્યો છે. આમ, આજનો દિવસ રાજ્યના વહીવટી અને સામાજિક ક્ષેત્રે નિર્ણાયક સાબિત થશે.

CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં આજે સવારે 10 કલાકે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક (Cabinet Meeting) યોજાશે. વર્તમાન વૈશ્વિક યુદ્ધની સ્થિતિ (Global War Situation) અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને ધ્યાનમાં રાખીને આ બેઠકમાં રાજ્યના વહીવટી માળખામાં મોટા ફેરફારો અંગે ચર્ચા થવાની શક્યતા છે.

Advertisement

ખાસ કરીને, સરકારી કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ (Work From Home), ફાઈવ ડે વીક (Five Day Week) અને ઓનલાઇન કામગીરીને પ્રોત્સાહન આપવા અંગે મહત્વના નિર્ણયો લેવાય તેવી પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત, ટેકાના ભાવે (Support Price) જણસની ખરીદી અને ઉનાળામાં પાણીની અછત (Water Crisis) નિવારવા માટેના એક્શન પ્લાન પર પણ બેઠકમાં મહોર વાગી શકે છે.

Advertisement

ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ટ્રસ્ટીઓ અને સેવકો વચ્ચે યોજાશે બેઠક

યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડજી મંદિર (Ranchhodraji Temple) દ્વારા વિવિધ સેવા પૂજાના 'લાગા'માં (Temple Fees) કરવામાં આવેલા ભાવ વધારાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે એક મહત્વની બેઠક યોજાશે. મંદિરના મેનેજર, સેવકો અને ટ્રસ્ટી મંડળ (Temple Trustees) વચ્ચે યોજાનારી આ મિટિંગમાં ભાવ વધારાના નિર્ણય અંગે સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કરવામાં આવેલા તોતિંગ ભાવ વધારાને પગલે ભાવિકો અને સેવકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષો જૂના વિવાદનો અંત: ચેરિટી કમિશનરનો મોટો ચુકાદો

બીજી તરફ આજે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerce) માં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને વિવાદનો આખરે અંત આવ્યો છે. રાજકોટ ચેરિટી કમિશનર દ્વારા નલિન કાનાણી જૂથના સમર્થનમાં ચુકાદો આપવામાં આવ્યો છે. ચુકાદા અનુસાર, વર્તમાન કહેવાતી પ્રમુખની ટીમને ઝાટકો લાગ્યો છે. કમિશનરે 10 દિવસમાં સભ્યપદની યાદી તૈયાર કરી 30 દિવસમાં સામાન્ય સભા (General Meeting) બોલાવીને નવી ચૂંટણી (Election) યોજવા માટે સ્પષ્ટ સૂચન કર્યું છે.

આ પણ વાંચો: Kutch : મમતા મરી પરવારી, 7 વર્ષની માસૂમ બાળકી પર સાવકા પિતા-સગી માતાનો અમાનુષી અત્યાચાર!

Tags :
Advertisement

.

×