Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

આકરી ગરમી અને Heatwave વચ્ચે વસ્તી ગણતરી મુલતવી રાખવા માગ, Teacher મહાસંઘની સરકારને રજૂઆત

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે અને સૂર્યનારાયણ કોપાયમાન થયા છે, ત્યારે સરકારી કર્મચારીઓના માથે તોળાતા જોખમ સામે અવાજ ઉઠ્યો છે. હવામાન વિભાગની ચેતવણી વચ્ચે વસ્તી ગણતરીના આંકડા ભેગા કરવા જવું એ જીવના જોખમે ખેલાતો ખેલ સાબિત થઈ શકે છે
આકરી ગરમી અને heatwave વચ્ચે વસ્તી ગણતરી મુલતવી રાખવા માગ  teacher મહાસંઘની સરકારને રજૂઆત
Advertisement
  • આકરી ગરમી વચ્ચે વસ્તી ગણતરી કામગીરી મુલતવી રાખવા Teacher ની માગ
  • Heatwave અને ઓરેન્જ એલર્ટ વચ્ચે કામગીરી અટકાવવા શિક્ષકોની રજૂઆત
  • 44 થી 46 ડિગ્રી તાપમાનમાં વસ્તી ગણતરી કરવી આરોગ્ય માટે જોખમી
  • 50 વર્ષથી વધુ વયના અને મહિલા શિક્ષકોને ફરજમાં રાહત આપવા માગ
  • 10 જૂન બાદ અનુકૂળ વાતાવરણમાં કામગીરી શરૂ કરવાની મહાસંઘની ભલામણ
  • BLO ફરજમાં રહેલા શિક્ષકોને પણ હીટવેવ દરમિયાન મુક્તિ આપવા માગ

Teacher Federation Gujarat: ગુજરાતમાં અત્યારે ઉનાળો આકરો બની રહ્યો છે અને રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 44 થી 46 ડિગ્રી (Temperature Rise) સુધી પહોંચી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવ (Heatwave) અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં વસ્તી ગણતરીની કામગીરી (Census Work) મુલતવી રાખવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક મહાસંઘ (Primary Teacher Federation) દ્વારા સરકારને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

Teacher_gujarat_first

Advertisement

Teacher: "ગરમીમાં વસ્તી ગણતરી કરવી મુશ્કેલ"

શિક્ષક મહાસંઘના જણાવ્યા અનુસાર, અત્યારે બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ છે, ત્યારે શિક્ષકોએ ઘરે-ઘરે જઈને વસ્તી ગણતરી અને ડેટા એન્ટ્રી કરવાની કામગીરી કરવી અત્યંત જોખમી છે. તાપમાન 46 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શિક્ષકોના આરોગ્ય અને સુરક્ષા (Health and Safety) સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને 50 વર્ષથી વધુ વયના શિક્ષકો અને મહિલા કર્મચારીઓ માટે આ ગરમીમાં ફિલ્ડ વર્ક કરવું અશક્ય બની રહ્યું છે.

Advertisement

"ગરમીનું પ્રમાણ ઘટે ત્યારે વસ્તીગણતરી આપવા માંગ"

મહાસંઘે વધુમાં માગ કરી છે કે, જે શિક્ષકો અત્યારે બ્લોક લેવલ ઓફિસર (BLO Duty) તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને પણ હાલ પૂરતી મુક્તિ આપવામાં આવે. રજૂઆતમાં ભલામણ કરવામાં આવી છે કે, આગામી 10 જૂન બાદ જ્યારે વાતાવરણ થોડું અનુકૂળ બને અને ગરમીનું પ્રમાણ ઘટે, ત્યારે જ આ વસ્તી ગણતરીની કામગીરી ફરી શરૂ કરવામાં આવે. આ મામલે સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આશા શિક્ષક આલમ દ્વારા રાખવામાં આવી રહી છે. જો કામગીરી ચાલુ રાખવામાં આવશે તો હીટસ્ટ્રોક (Heatstroke) જેવી ઘટનાઓ બનવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે Ambalal Patel Forecast : ગરમીથી મળશે રાહત કે વધશે આફત?

Tags :
Advertisement

.

×