ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: ગ્રેજ્યુઈટીને લઈને આવ્યાં Good News, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક કર્મચારી હિતલક્ષી નિર્ણય

Gujarat: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.
03:49 PM Nov 30, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે.
Gujarat
  1. સરકારી કર્મચારીના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય
  2. ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો
  3. સરકારી કર્મચારીઓને હવે 20 લાખને બદલે 25 લાખ મળશે

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: Farmer: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યની જનતાને સૌથી મોટી ભેટ, ખેડૂત બનવું હવે થશે સરળ

ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં અપાશે

નોંધનીય છે કે, આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓને નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 25 લાખની મર્યાદામાં આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 01 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરૂરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે.

આ પણ વાંચો: Kutch: કચ્છમાં ઝડપાયું 1.5 કરોડનું ડ્ર્ગ્સ, SOG એ 147.67 ગ્રામ કોકેઇન સાથે ચારને દબોચ્યા

આના કારણે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ વધશે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે. પરંતુ સરકારી કર્મચારીઓ માટે આ ખુશીના સમાચાર છે. કારણ કે, રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Kolkata : હિન્દુઓ પર હુમલા થતાં બાંગ્લાદેશીઓની સારવાર નહીં કરવાનો હોસ્પિટલનો નિર્ણય

Tags :
employees gratuity regarding Good newsGood news For Government Employeesgovernment employees gratuitygovernment employees gratuity Informationgovernment employees gratuity Newsgovernment employees gratuity Plangratuity Informationgratuity Newsgratuity regarding Good newsGujarat Chief Minister Bhupendra Patelinterest of employees gratuityVimal Prajapati
Next Article